ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે લાખોના જુગાર સાથે 11 જુગારીઓને ઝડપી પાડ્યા.

0
270

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અપાયેલ પ્રોહી.અને જુગાર ની બદીને કડક હાથે ડાબી દેવાની સૂચના મુજબ ભરૂચ બી ડિવિઝન પોલિસે બાતમીના આધારે જુગાર રમતા 11 જુગારીઓ સાથે 2 લાખ ઉપરાંતનો જુગાર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભરૂચ બી પોલીસને મળેલ બાતમીના આધારે ત્રણકુવા વિસ્તારમાં આવેલ નવીનગરી પાસે બેકરીની સામેના મકાનની પાછળના ભાગે ઐયુબ ઉર્ફે બકરો ઈસ્માઈલ નાલબંધ જાહેરમાં જુગાર રમાડે છે.બાતમી વાળી જગ્યા પર પોલીસે દરોડા પાડતા પત્તાપાનાનો જુગાર રમતા ૧૧ આરોપીઓ રંગે હાથે ઝડપાઈ ગયા હતાં.

પોલીસે ઝડપાયેલા જુગારીઓના દાવ પર લાગેલ રૂપિયા ૨૪,૬૯૦ તથા અંગ જડતીમાંથી રૂપિયા ૮૬,૭૦૦ મળી કુલ રૂપિયા ૧,૧૧,૩૯૦ તથા મોબાઈલ નંગ ૭ જેની કિંમત રૂપિયા ૧૫,૫૦૦ અને એક બુલેટ મોટર સાયકલ જેની કિંમત ૮૦,૦૦૦ મળીને કુલ ૨,૩૬,૮૯૦નો મુદ્દામાલ કબ્જે કરીને જુગારીઓ સામે જુગાર ધારની કલમ હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

ધનંજયઝવેરી 7574888861
9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY