મુંબઈ,તા.૨૫
બાલીવુડમાં મેલ અને ફિમેલ એક્ટરમાં હંમેશા ફીને લઇને વિવાદ ચાલતો રહે છે. ફિમેલ્સ એક્ટરને મેલ એક્ટર કરતાં ઓછી ફી આપવામાં આવે છે, આ મુદ્દો હંમેશા ઉઠતો રહે છે. પણ હવે આના ઉલટનો એક મામલો સામે આવ્યો.
ફિલ્મ પદ્માવતમાં દીપિકાને શાહિદ કપૂર અને રણવીર સિંહ કરતાં વધારે ફી આપવામાં આવી હતી. દીપિકાનીએ ૧૧-૧૨ કરોડ રૂપિયા સુધીની ફી લીધી હતી, આ કારણે દીપિકા સૌથી મોંઘી એક્ટ્રેસ પણ કહેવાઇ હતી. હવે આ લિસ્ટમાં કંગના આગળ નીકળી ગઇ છે તેને દીપિકા કરતાં પણ વધારે ફી મળી છે.
મીડિયા રિપોટ્ર્સ અનુસાર કંગનાને ફિલ્મ મણિકર્ણિકા માટે ૧૪ કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે. જે સામાન્ય રીતે તેને મળનારી ફીથી બેગણી છે. તેને આમ તો ૫-૬ કરોડ રૂપિયા જ ફી મળે છે. આ રીતે કંગના બાલીવુડમાં સૌથી વધુ ફી લેનારી એક્ટ્રેસ બની છે.
ઉલ્લેખનીય છે કે, કંગના ફિલ્મ મણિકર્ણિકામાં લક્ષ્મીબાઇની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ રિલીઝ થશે. કંગના પહેલીવાર કોઇ યોદ્ધાની ભૂમિકા નિભાવવા જઇ રહી છે. આમાં કંગના ખાસ ઘોડેસવારી અને તલવારબાજી કરતી જાવા મળશે. આ માટે તેને ટ્રેનિંગ પણ લીધી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







