છેલ્લી ત્રણ વન-ડે માટે ભારતીય ટીમની જાહેરાત, બુમરાહ અને ભુવીનો સમાવેશ

0
6

મુંબઈ,તા.૨૫
વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી વન-ડેમાં નાટ્યાત્મક રીતે ટાઈ પડ્યા બાદ હવે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની વન-ડે સીરિઝમાં છેલ્લી ત્રણ મેચ માટે ટીમની ઘોષણા થઇ ગઇ છે. ગુરુવારે ભારતના ૧૫ ખેલાડીઓની ટીમની ઘોષણા કરાઇ છે. જેમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વ કુમાર અને જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઇ છે, જ્યારે મોહમ્મદ શમીને ટીમમાં જગ્યા અપાઇ નથી. સીરિઝની ત્રીજી વન-ડે ૨૭ ઓક્ટોબરે રમાવવાની છે. પાંચ વન-ડેની સીરિઝમાં ભારત ૧-૦થી આગળ છે. ધવારે ભારત વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વન-ડે ટાઈ રહી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરીને ૩૨૧ રન કર્યા હતા જ્યારે સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમે હોપ્સની સદીની મદદથી છેલ્લી ઓવર સુધીમાં ૩૨૧ રન જ બનાવી શકી હતી પરિણામે મેચ ટાઈ થઈ હતી.
ભારતીય ટીમ :- વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઇસ-કેપ્ટન), શિખર ધવન, અંબતિ રાયડૂ, એમએસ ધોની(વિકેટ કિપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, ઉમેશ યાદવ, કેએલ રાહુલ, મનીષ પાંડે
વન-ડે સીરિઝની બાકી મેચો
૨૭ ઓક્ટોબર-ત્રીજી વન-ડે-પૂણે
૨૯ ઓક્ટોબર-ચોથી વન-ડે-મુંબઇ
૧ નવેમ્બર-પાંચમી વન-ડે-તિરુવનંતપુરમ

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY