રાજકોટમાં રહેણાંક મકાનના પાર્કિંગમાંથી કારની ચોરી,સીસીટીવીમાં કેદ

0
62

રાજકોટ,
તા.૬/૩/૨૦૧૮

શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરો દરરોજ પોલીસને નવા-નવા પડકારો આપી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ માટે વધુ એક પડકાર સામે આવ્યો છે. જેમાં વધુ એક કાર ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી જેટલી સરળતાથી બાઇકની ચોરી કરાતી હતી તેવી જ સરળતાથી આ તસ્કરોએ રૈયારોડ નજીક એક રહેણાંક મકાનના પા‹કગમાંથી કારની ચોરી કરી હતી. જા કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય પોલીસને તસ્કરો સુધી પહોંચવામાં મદદરૂપ બનશે.

રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જના દામજીપાર્કના રહેણાંક મકાનમાંથી રાત્રે લગભગ ૯.૩૦ના સુમારે કારની બેધડક ઉઠાંતરી કરતા તસ્કરો ફુટેજમાં સ્પષ્ટ જાઈ શકાય છે. દેખાવમાં તદ્દન સાધારણ લાગતા આ તસ્કરો મકાનના પાર્કિંગમાંથી કાર ઉઠાવી રફુચક્કર થઈ જાય છે. એક બાદ એક આવા બનાવો સામે આવતા શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે હવે પોલીસ સિંઘમ બનીને ગુનેગારોને કાયદાનું ભાન કરાવે તે જરૂરી બન્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY