મોદી બધાની જાસૂસી કરાવી શકે,રાફેલમાં મોદીએ ચોરી કરી છે,પકડાઈ જશે : રાહુલ ગાંધી

0
9

ન્યુ દિલ્હી,તા.૨૫
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ CBIમાં જોવા મળતાં ઘમસાણને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી. CBIના બે પ્રમુખ અધિકારીઓને રજા પર મોકલવામાં આવ્યાં બાદ કોંગ્રેસ પાર્ટી સતત મોદી સરકાર પર હુમલાઓ કરી રહ્યાં છે. કોંગ્રેસના આરોપ છે કે કેન્દ્ર સરકારે રાફેલ ડીલની તપાસથી ડરીને CBIના ડાયરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દીધાં છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે રાહુલે પત્રકારોને પૂછ્યું કે શું તમને લાગે છે કે રાફેલ કેસમાં કંઈ ખોટું થયું છે. CBIના ચીફને હટાવવાનું કામ ત્રણ લોકોની કમિટી કરે છે. જેમાં PM, નેતા પ્રતિપક્ષ અને ચીફ જસેટિસ સામેલ છે. PMએ કોઈની પણ સલાહ લીધા વગર CBIના ચીફને હટાવ્યાં છે. આ જનતાનું અપમાન છે, બંધારણનું અપમાન છે, ચીફ જસ્ટિસનું અપમાન છે અને તેનાથી વધીને આ ગેરકાયદેસર છે.
રાહુલ ગાંધીએ કહ્યુ રાત્રે ૨ વાગ્યે CBI પર કરવામાં આવેલી કાર્યવાહીની પાછળનું કારણ છે CBI રાફેલ મામલે વડાપ્રધાનની તપાસ કરવાના હતા. કેમકે જા CBI તપાસ થઈ હોત તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સમગ્ર દેશને ખ્યાલ પડશે કે વડાપ્રધાને રાફેલ મામલે ભ્રષ્ટાચાર કર્યો.
રાહુલે કહ્યું કે ૨ વાગ્યે રાત્રે રૂમને સીલ કરવામાં આવ્યો અને જે દસ્તાવેજ હતા તેને જપ્ત કરવામાં આવ્યાં. એટલે જ આ કાર્યવાહી રાત્રે ૨ વાગ્યે કરવામાં આવી. ઝ્રમ્ૈંના ડાયરેક્ટર આલોક વર્માની જાસૂસી પર રાહુલે કહ્યું કે PM મોદી બધાંની જાસૂસી કરે છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે એક ગુનાને છુપાવવા માટે અનેક અપરાધ કર્યાં. નાણા મંત્રી અરૂણ જેટલી દ્વારા ઝ્રફઝ્રની સલાહ પર ઝ્રમ્ૈંમાં કરવામાં આવેલી કાર્યવાહીના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે નાણા મંત્રી પહેલાં પોતાની દીકરી અને મેહુલ ચોક્સી અંગે જણાવે. રાહુલે કહ્યું કે તથ્ય સાફ છે સામાન્ય રીતે સરકાર કંઈક ખરીદે છે તો ટેન્ડર હોય છે, રાફેલ મામલે ટેન્ડર થયું દસૌને કામ મળ્યું પરંતુ વડાપ્રધાન ફ્રાંસ ગયા અને ટેન્ડર રદ કરી બીજી ડીલ કરી આવ્યાં. રાહુલે કહ્યું કે ઓપન એન્ડ શટ કેસ છે, વડાપ્રધાન અનુભવી છે અને તેઓ જાણે છે કે જા CBI તપાસ કરશે તો બચી નહીં શકાય. એટલે જ રાફેલ મામલે CBI પાસે તપાસ કરાવવી આત્મહત્યા કરવા સમાન હોય, એટલે જ PMએ CBIની હત્યા કરી દીધી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY