શ્રીનગર,તા.૨૫
જમ્મુ-કાશ્મીરમાં ચાર લાખ સરકારી કર્મચારીઓ માટે પ્રસ્તાવિત મેડિકલ વીમા યોજના રદ્દ કરવામાં આવી છે. માત્ર એક માસ પહેલા શરૂ થયેલી યોજના ભ્રષ્ટાચારનો શિકાર થઈ ચુકી છે. રિલાયન્સ કંપનીને મળેલા આ કોન્ટ્રાક્ટમાં જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ગડબડ હોવાની આશંકા છે. તેને જાતા બુધવારે જ આ યોજનાને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સૂત્રોને મળેલી જાણકારી મુજબ રિલાયન્સ કંપનીને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં મોટી અનિયમિતતાઓ સામે આવી હતી. રાજ્યપાલે આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. આગામી એકાદ-બે દિવસમાં રાજ્ય સરકાર તરફથી વીમા યોજના રદ્દ કરવાનું એલાન કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે ૨૬ સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના નાણાં વિભાગે ગ્રુપ મેડિક્લેમ ઈન્સ્યોરન્સ પોલિસી હેઠળ આ વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. સરકારી કર્મચારીઓ સિવાય પેન્શનધારકો અને પત્રકારો માટે પણ વીમાની સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ આમા ધાંધલી ઉજાગર થયા બાદ તેને રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ભૂતકાળમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વીમા યોજનાના કોન્ટ્રાક્ટને અનિલ અંબાણીની કંપની રિલાયન્સને આપવાને લઈને શાબ્દિક પ્રહારો કરી ચુક્્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે અત્યારે ચાર લાખ કર્મચારીઓને આ કંપની પાસેથી ફરજિયાતપણે વીમો લેવાનું કહેવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



