ન્યુ દિલ્હી,તા.૨૫
દિલ્હી સરકારનાં પરિવહન વિભાગે આ મહિને ચલાવેલા તપાસ અભિયાનમાં પ્રદૂષણ ફેલાવનારા ૧૦ હજારથી વધારે વાહન માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પરિવહન વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું કે, ૬ ઓક્ટોબરથી પ્રારંભ થયેલા આ અભિયાનમાં પ્રદૂષણ ફેલાવનારા ૧૦,૭૮૭ વાહન માલિકો પર કાર્યવાહી કરવામાં આવી. જેમાં ૬૩૫૫ સ્પષ્ટ રીતે પ્રદૂષણ ફેલાવી રહ્યા હતા, જ્યારે ૪૪૩૨ વાહન પ્રદૂષણ તપાસ પત્ર (PUC) રજુ કરી શક્ય નહોતા. આ લોકો પાસેથી ૧૦૦૦થી માંડીને ૨૦૦૦ સુધીનો દંડ વસુલવામાં આવ્યો હતો.
પરિવહન વિભાગ દ્વારા હાલમાં જ સ્ટાફને નવા વાહન અને ટેબ આપીને કર્મચારીઓને વધારે સશક્ત બનાવવામાં આવ્યા છે. દિવાળીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પ્રદૂષણનાં વધતા સ્તરને જાતા પરિવહન વિભાગ દ્વારા પોતાની કાર્યવાહી ચાલુ રાખશે.
આ વખતે દિવાળી ફટાકડા વગરની રહેશે. સુપ્રીમ કોર્ટે ફટાકડા પર સંપુર્ણ પ્રતિબંધની મનાઇ કરી દીધી છે. કોર્ટ દ્વારા રાત્રે ૮-૧૦ વચ્ચે કેટલીક ચોક્કસ શરતોની સાથે દિવાળીમાં ફટાકડા ફોડવાને મંજુરી આપી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જા કે ગ્રીન ફટાકડા પર વધારે જાર આપ્યું છે. જ્યારે ક્રિસમસ અને નવા વર્ષે પણ રાત્રે ૧૧.૪૫થી ૧૨.૪૫ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાને મંજુરી આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







