ગરુડેશ્વર ચોકડી પાસે ત્રણ દિવસ થી અટવાતી અસ્થિર મગજ ની કિશોરી ને 181 મહિલા હેલ્પલાઇન દ્વારા માતા સાથે મિલન
રાજપીપળા : નર્મદા જિલા ની ગરુડેશ્વર ચોકડી ઉપર ત્રણ દિવસ થી અટવાતી એક કિશોરી નું રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશન સ્તિથ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની ટીમે માતા સાથે મિલન કરાવ્યું.
પ્રાપ્ત વિગતો અનુસાર અભયમ મહિલા હેલ્પલાઇન ની ટિમ પર કોઈક વ્યક્તિ નો કોલ આવ્યો જેમાં એક 13-14 વર્ષ ની કિશોરી ગરુડેશ્વર ચોકડી ઉપર છેલ્લા ત્રણ દિવસ થી અટવાય છે ત્યારે આ વાત જાણતાજ હેલ્પલાઇન ની ટિમ ત્યાં ગઈ અને કિશોરી ની પૂછતાછ કરતા એ કઈ બોલી નહિ ત્યારબાદ તને ઘરે લઈ જઈશું એમ જણાવતાજ એ તુરત 181 વાન માં બેસી ગઈ પરંતુ માર્ગ માં આમ તેમ એના ઘર બાબતે એ રસ્તો ભૂલી ગયા બાદ અંતે ભાદરવા ગામ નજીક ના એક ગામ ની એ હોવાનું માલુમ પડતા ટીમે એનું ઘર શોધી માતા ને સોંપી ત્યારબાદ માતા એ જણાવ્યું કે તેની દીકરી ઘણા સમય થી અસ્થિર મગજ ની હોય ત્રણ દિવસ થી ક્યાંક જતી રહ્યા બાદ એની ઘણી તપાસ કરી પણ ન મળી અને આજે તમે લઈ આવ્યા એ બદલ આભાર પણ વ્યક્ત કર્યો બાદ માં જણાવ્યું કે એના પિતા થી માં દીકરી બંને ઘણા સમય થી જુદા રહે છે જેથી મહિલા કાઉન્સિલર એ માતા ને વડોદરા મેન્ટલ હોસ્પિટલ માં એની સારવાર બાબતે ની જાણકારી પણ આપી અંતે 181 ની ટીમે અસ્થિર બાળકી નું માતા સાથે મિલન કરાવ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







