શ્રીનગર,
તા.૨/૫/૨૦૧૮
કવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનનો કમાંડર અને પોસ્ટર બોય સમીર ટાઈગર જ્યારથી સુરક્ષાબળોના હાથ ઠાર થયો છે ત્યારથી કાશ્મીર ખીણ ભડકે બળી રહી છે. અત્યાર સુધી પથ્થરબાજા પોલીસ અને સુરક્ષાબળોને પોતાનું નિશાન બનાવતા હતાં પરંતુ હવે તેઓ શાળાના માસુમ બાળકો પર પણ પથ્થર વરસાવી રહ્યાં છે.
જમ્મુ-કાશ્મીરના કાનીપોરામાં પથ્થરબાજાએ એક સ્કૂલ બસના નાના-નાના વિદ્યાર્થીઓને પોતાનું નિશાન બનાવ્યાં હતાં. આ પથ્થરમારામાં એક બાળકને ઈજા પહોંચી હતી. આ સ્કૂલ બસમાં ૪-૫ નાના બાળકો પણ બેઠા હોવાનું કહેવાય છે.
પથ્થરબાજીમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે, મારો દિકરો પથ્થરબાજીમાં ઘાયલ થઈ ગયો છે, આ બાબત માણસાઈની વિરૂદ્ધ છે.બીજા કોઈ માસુમ બાળક સાથે પણ આમ થઈ શકે છે. બીજી બાજુ જમ્મૂ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ આ ઘટનાની નિંદા કરતા બાળકોને નિશાન બનાવનારાઓની ઝાટકણી કાઢી હતી. ઉમર અબ્દુલ્લાએ ટ્વટર પર લખ્યું હતું કે, ‘બાળકો અને પર્યટકો પર પથ્થર ફેંકીને પથ્થરબાજાનો એજંડ પુરો થઈ રહ્યો છે? આ પ્રકારના હુમલાની આપણા તરફથી સ્પષ્ટ અને એક અવાજમાં નિંદા થવી જાઈએ અને આ મારુ ટ્વટ છે.’
જમ્મ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક એસ પી વૈદ્યે આ મામલે ટ્વટ કરી કહ્યું હતું કે, ‘ઉપદ્રવીઓએ રેનબો સ્કૂલ શોપિયાંની બસ પર પથ્થર ફેંક્યા, જેમાં બીજા ધોરણમાં ભણતો રેહાન નામના બાળકને ઈજા થઈ છે. રેહાનને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો છે. આ એક પાગલપન છે કે પથ્થરબાજા હવે બાળકોને પણ પોતાનું નિશાન બનાવી રહ્યાં છે. વૈદ્યે ચિમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, આ ગુનેગારોએ કાયદાનો સામનો કરવો પડશે.
રાજ્યના મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીએ આ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વટ કર્યું છે કે, – ‘શોપિયામાં બાળકોની સ્કૂલ બસ પર હુમલાના સમાચાર સાંભળીને આશ્વર્ય થઈ રહ્યું છે અને ગુસ્સો પણ આવી રહ્યો છે. આ કાયરતાપૂર્ણ અને અસંવેદનશીલ ઘટનામાં ન્યાય તોળવામાં આવશે.’
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"