ભારતને રૂસથી એસ-૪૦૦ ડિલને રોકવા માટે અમેરિકાના ધમપછાડા

0
28

અમેરિકા પ્રતિસ્પર્ધી દેશોની સંરક્ષણ કંપનીઓ પર પ્રતિબંધ લગાવશે
ન્યુ દિલ્હી/વાશિંગ્ટન,તા.૨૭
ભારતને રૂસથી એસ-૪૦૦ની ડીલને અંજામ આપતા રોકવા માટે અમેરિકા તેને પોતાના બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ઓપશન્સ પસંદ કરવા માટે રાજી કરવાની કોશિષ કરી શકે છે. એક અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે અમેરિકન સરકાર બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમને ૬ જુલાઇના રોજ નક્કી દ્વિપક્ષીય ૨+૨ વાર્તાનો એજન્ડા બનાવી શકે છે. આ મુલાકાત માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અમેરિકા જશે.
વાશિંગ્ટનમાં યોજાનાર ૨+૨ મુલાકાતમાં ઇન્ડીયાને ટર્મનિલ હાઇ અલ્ટિટ્યુડ એર ડિફેન્સ (THAAD) સિસ્ટમ ઓફર કરી શકે છે. આ અત્યાધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખાસ કરીને લાન્ગ રેન્જ મિસાઇલ સામે ખાસ્સી ઉપયોગી સાબિત થશે તેમ મનાય છે. જા કે એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખાસ કરીને એફ૧૮ અને એફ૩૫ જેવા લડાકુ વિમાનો સહિત કેટલાંય હવાઇ હુમલામાં સક્ષમ ગણાય છે.
આમ તો રૂસમાં બનનાર એસ-૪૦૦ના લેટેસ્ટ વર્ઝનની રેન્જ વધુ છે, પરંતુ શું આ ઇન્ટરમીડિયેટ રેન્જ અને ઇંટરકાન્ટિનેંટલ બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમની વિરૂદ્ધ THAAD કરતાં શ્રેષ્ઠ છે. આ અંગે અત્યારે પાક્કા પાયે કંઇ કહી શકાય નહીં. આ અંગ જાણ થઇ છે કે રૂસથી એસ-૪૦૦ ખરીદવાના ભારત સરકારના પ્રસ્તાવથી ટ્રમ્પ મેનેજમેન્ટમાં હોબાળો મચી ગયો છે.
હવે ભારતની એસ-૪૦૦ ડીલ અમેરિકા માટે સંવેદનશીલ મુદ્દો બની ગયો છે. અમેરિકન સંસદમાં રૂસી ડિફેન્સ એન્ટિટીઝની વિરૂદ્ધ પ્રતિબંધ મૂકનાર એક ધારાસભ્ય પર ચર્ચા થઇ રહી છે. તેના દાયરામાં રૂસી ડિફેન્સ એન્ટીટીઝના બાયર્સ પણ આવશે. રૂસની સાથે ભારતની મજબૂત સામરિક ભાગીદારીને જાતા ટ્રમ્પ પ્રશાસન સેક્રેટરી ઓફ ડિફેન્સ જેમ્સ મૈટિસ દ્વારા ભારત જેવા દેશોને આ શરત પર રાહત આપવા પર જોર આપ્યું છે કે રૂસ પર પોતાની સૈન્ય સંબંધી નિર્ભરતા ધીમે-ધીમે ઘટાડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY