હું મનમોહન સિંઘને સમજવામાં થાપ ખાઇ ગયો : અનુપમ ખેર

0
14

મુંબઈ,તા.૨૭
સિનિયર અભિનેતા અનુપમ ખેરે કહ્યું હું મનમોહન સિંઘને સમજવામાં થાપ ખાઇ ગયો હતો. મનમોહન સિંઘના ત્યારના સલાકાર સંજય બારુ લિખિત પુસ્તક ધી એકિસડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પર આ ફિલ્મ આધારિત છે
અનુપમ ખેર આ ફિલ્મમાં મનમોહન સિંઘનો રોલ કરી રહ્યો છે જ્યારે જર્મન અભિનેત્રી સુઝૈન બર્નર્ટ અગાઉના કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તરીકે ચમકી રહ્યાં છે. અક્ષય ખન્ના મનમોહન સિંઘના સહાયક સંજય બારુ તરીકે ચમકી રહ્યો છે. લીપસ્ટિક અન્ડર માય બૂરખા ફેમ અભિનેત્રી અહાના કુમરા પ્રિયંકા ગાંધી વાડરાના રોલમાં ચમકી રહી છે.
અનુપમ ખેરે ટ્‌વીટર પર જણાવ્યા મુજબ એણે ફિલ્મના પોતાના ભાગમાં આવેલા કામને પૂર્ણ કર્યું હતું. ફિલ્મ સર્જન દરમિયાન પરદા પાછળની કેટલીક વિગતો પણ ખેરે ટ્‌વીટર પર શૅર કરી હતી જેમાં એકાદ બે વિડિયો ક્લીપનો પણ સમાવેશ થયો હતો.
અનુપમ ખેરે લખ્યું હતું કે ફિલ્મ સ્વીકારતી વખતે અને કામ શરૃ કરતી વખતે મારા મનમાં તમારા માટે કેટલીક ગેરસમજ હતી. પરંતુ આજે એક વર્ષ પછી જ્યારે ફિલ્મ પૂરી કરી રહ્યો છું ત્યારે મને કહેવા દો કે તમને સમજવામાં મેં ભૂલ કરી હતી. ઇતિહાસ તમારા કામની નોંધ લેશે. તમારા વિશે કોઇ ગેરસમજ નહીં રહે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY