‘ઝીરો’ના રાઇટ્‌સ ૧૦૦ કરોડમાં વેચાશે..!!

0
6

મુંબઈ,તા.૨૭
બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરુખ ખાને પોતાની ક્રિસમસ પર રજૂ થનારી ફિલ્મ ઝીરોના રાઇટ્‌સ વ્યકિતગત વિતરકોને વેચવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ માતબર સ્ટુડિયોને રાઇટ્‌સ વેચી દેવાતા હતા.
આ વખતે રેડ ચીલીઝે એવો નિર્ણય કર્યો હતો કે દરેક ટેરિટરીમાં વિતરકોને ૧૦૦ કરોડના રેશિયો મુજબ રાઇટ્‌સ વેચી દેવા. પેન મરુધર સિને એન્ટરટેઇનમેન્ટે દિલ્હી, યુપી, રાજસ્થાન, પંજાબ, સેન્ટ્રલ ઈન્ડિયા અને સીપીના રાઇટ્‌સ સરેરાશ ૪૩ કરોડમાં ખરીદી લીધા હતા. પીવીઆર ગુ્રપે મુંબઇના રાઇટ્‌સ ૩૩-૩૪ કરોડમાં ખરીદ્યા હતા. પશ્ચિમ બંગાળના રાઇટ્‌સ એસવીએફ દ્વારા ખરીદવામાં આવ્યા હતા.
હજી માયસોર, તામિલનાડુ, બિહાર, આંધ્ર પ્રદેશ અને નિઝામ વિસ્તારના રાઇટ્‌સ વેચાવાના બાકી છે. શાહરુખ ખાનની નિકટનાં સૂત્રોએ આપેલી માહિતી મુજબ અગાઉ મિનિમમ ગૅરંટીના ધોરણે રાઇટ્‌સ વેચવામાં આવતા હતા. આ વખતે એડવાન્સ ધોરણે રાઇટ્‌સ વેચવાનો નિર્ણય રેડ ચીલીઝે કર્યો હતો. એટલે કે વિતરકોને નુકસાન થાય તો પ્રોડયુસર પાસે વળતર માગી શકે છે.
બીજી બાજુ ફિલ્મ ધાર્યા કરતાં ઓવરફ્લો થાય તો ૧૦૦ કરોડથી વધુ કમાણીના નફામાં રેડ ચીલીઝ ભાગીદાર ગણાશે. ૮૫ ટકા નફો રેડ ચીલીઝને આપવાનો રહેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY