સુરત,તા.૨૮
આમ તો ‘કૌન બનેગા કરોડપતિ’ શા લોકોમાં ખૂબ ફેમસ છે, પરંતુ ‘કૌન બનેગા કરોડપતિ’ શામાં તમે જીતી ગયા છો તેમ જણાવીને લોકો પાસેથી પૈસા પડાવતી ઠગ ટોળકીની સુરત પોલીસે ધરપકડ કરી છે.
પોલીસનાં હાથે ઝડપાયેલી ટોળકી તો માત્ર શતરંજનાં નાનાં પ્યાદા સમાન છે. છેલ્લી દસ સીઝનથી આમ તો આ શા સફળતાપૂર્વક ચાલી રહ્યો છે અને એમાં હવે તો ઓનલાઇન પણ આ શા રમીને સવાલના જવાબ આપી શકાય છે, પરંતુ જા તમે ઓનલાઇન આ શા રમતા હોવ તો તમારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આ શામાં તમે જીતી ગયા છો અને તમને ૨૫ લાખ રૂપિયાનું ઈનામ લાગ્યું છે. જેમાં તમારે પ્રોસેસિંગ ફી તેમજ બીજા વાંધાઓ રજુ કરી એક ટોળકી લોકોને આવી ઠગી રહી છે જેનો એક ભોગ સુરતનાં કાપોદ્રા વિસ્તારનાં એક કાપડ વેપારી બનવા પામ્યા હતા. અજાણ્યા ઇસમનો કોલ આવ્યો અને કહ્યું કે, “હું કૌન બનેગા કરોડપતિમાંથી વાત કરું છું. લકી ડ્રોમાં તમને ૨૫ લાખનું ઇનામ લાગ્યું છે”. આવી રીતે ફેક કોલ કરીને તેમને કહ્યું કે તમારે ઇનામનાં પૈસા મેળવવવા માટે ટ્રાન્સફર ફી ભરવાની રહેશે. આવી રીતે ઠગ ટોળકીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને અલગ અલગ ખાતાનાં નંબર આપીને કુલ ૪.૧૬ લાખ પાડવી લીધા હતા. જાકે બાદમાં ફરિયાદીને જાણ થઇ હતી કે તેમની સાથે ઠગાઈ છે. આ બનાવને પગલે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે સુરત પોલીસે ઠગ ટોળકીની ધરપકડ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





