છત્તીસગઢ સરકારે નક્સલિયો સામે ઘૂંટણા ટેકી દીધા છે છત્તીસગઠના મુખ્યમંત્રી રમન સિંહ કાયર અને ડરપોક છે : અભિષેક મનુ સિંઘવી

0
13

ન્યુ દિલ્હી,તા.૨૮
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિઘવીએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને છત્તીસગઠની ભાજપ સરકાર પર પ્રહાર કહ્યું કે મુખ્યમંત્રી રમન સિંહ કાયર છે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે છત્તીસગઠ સરકારે નક્સલિયોની સામે ઘુટણા ટેકી દીધા છે.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કાયર અને ડરપોક મુખ્યમંત્રી રમન સિંહને મીનટ માટે પણ મુખ્યમંત્રી રહેવાનો કોઈ અધિકાર નથી. તેમને બધા અધિકાર ખોઈ દીધા છે. છત્તીસગઠ સરકારે નક્સલિયો સામે ઘુટણા ટેકી દીધા છે. રમન સિંહે છત્તીસગઠ અને પીએમ મોદીએ કેન્દ્રમાં દેશની સુરક્ષાને જાખમમાં મુકી દીધી છે.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે નોટબંધી બાદ ૩૦ મોટા નક્સલી હુમલા થઈ ચૂક્યા છે, જેમા ૧૨૦ થી વધારે જવાન શહિદ થયા છે. રમન સિંહે કહ્યું હતુ કે નોટબંધી બાદ નક્સલ સમાપ્ત થઈ જશે, પરંતુ એવું કાંઈ નથી થયું.
ઉલ્લેખનીય છે કે શનિવારે છત્તીસગઢના બિજાપુરમાં જિલ્લામાં નક્સલવાદીઓએ સુરંગો બિછાવીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના વાહનને નિશાન બનાવતા પાંચ જવાન શહીદ થયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY