એજરૂરી નથી કે દરેક દવાની આડઅસર હોય કે દરેકને દવાની આડઅસર થાય. વાસ્તવમાં આ બધું આધાર રાખે છે દવાના પ્રકાર પર, દવા સાથે સૂચવવામાં આવેલો ખોરાક, દવા લેનારની ઉંમર, લિંગ અને વજન પર. તમારી રોગપ્રતિકારક શકિત કેટલી મજબૂત છે તેની પર પણ ઘણો આધાર રહેલો છે. મોટે ભાગે યુવકોની તુલનામાં આધેડ વયના અને વૃધ્ધ લોકો પર દવાઓની આડઅસર વધુ પ્રમાણમાં થતી જાવા મળે છે.
ચાલો જાણીએ આ આડઅસરથી બચવાના ઉપાય ઃ-
૧) એક ફરિયાદ વારંવાર જાવા સાંભળવા મળતી હોય છે કે અમુક દવા લેવાથી ઊંઘ આવવા માંડે છે. વાસ્તવમાં દવા લીધા પછી શરીરને પૂરતો આરામ મળે તે માટેની આ વ્યવસ્થા હોય છે, પરંતુ આને લીધે તમારા કામધંધા પર અસર થતી હોય કે પછી અન્ય કોઇ તકલીફ થતી હોય તો તુરંત ડાક્ટરનો સંપર્ક કરવો. તેમની સલાહ લઇને આ દવા રાતના સૂતાં પહેલા લેવાનું ગોઠવી શકાય.
૨) કેટલીક વાર દવાઓનું સેવન ન કરવાથી માથામાં દુખાવો વધે છે કે પછી દવાઓ લેવાથી પણ માથામાં દુખાવો થાય છે. આવા સંજાગોમાં ડાક્ટર સાથે વાત કરી દવા બદલવાનું કહો.
૩) દવાઓની આડઅસરથી ડાયેરિયા(અતિસાર)નું પ્રમાણ પણ વધી જાય છે. કિયારેક કિમોથેરાપી માટે લેવામાં આવતી એન્ટીબાયોટિક કે પછી એન્ટી ડિપ્રેસન્ટ અને એન્ટાસિડ જેવી દવાઓથી પણ ડાયેરિયા થઇ શકે છે. આવા સંજાગોમાં આહાર પર વિશેષ ધ્યાન દેવું જાઇએ. હળવો અને મસાલા વગરનો ખોરાક લેવો. દહીં અને ભાત ખાવાનો પ્રયોગ કરવો જાઇએ.
૪) કિયારેક કબજિયાતની સમસ્યા પણ સતાવે છે. આવામાં ભરપૂર ફાઇબરયુક્ત ખોરાક ખાવો જાઇએ. ફળો,ભાજીઓ,અનાજ અને મગફળી તેમજ તેના જેવી શિંગો પણ ઉપયોગી છે.
૫) કેટલાક લોકોને એલોપેથિક દવાઓ માફક નથી આવતી. આ લોકો હોમયોપેથી કે આયુર્વેદિક દવાઓ ટ્રાય કરી શકે છે જેની કોઇ આડઅસર નથી હોતી.
૬) ઘણી વાર બીજા દેશોમાં પ્રતિબંધિત દવાઓનો સ્ટોક આપણા દેશમાં વેચાતો હોય છે. આ એવી દવાઓ હોય છે જેની સારી અસર કરતાં આડઅસર કે નુકસાન વધારે થતું હોય છે. આવી પ્રતિબંધિત દવાઓ અંગે જાગૃત રહીને તમારા ફેમિલી ડાક્ટર સાથે પણ ચર્ચા વિચારણા કરવી જાઇએ.
૭) ઘણા લોકો ડાક્ટરે લખી આપેલી દવા ઉપરાંત સીધી કેમિસ્ટ પાસેથી લીધેલી કે અન્ય ઘરગથ્થુ દવાઓ પણ ચાલુ રાખે છે. આવી દવાઓના મિશ્રણથી પણ શરીરમાં દુષ્પ્રભાવ ઉત્પન્ન થઇ શકે છે. તમે શરીર માટે જે પણ દવા લેતા હો તેની જાણ ડાક્ટરને હોવી જાઇએ.
૮) તારીખ વીતી ગયેલી દવાઓ ભૂલેચૂકે પણ ન લેવી. આવી દવાઓ અગર કેમિસ્ટ પરત લે તો ઠીક છે નહીં તો તેનો નાશ કરવો. દવાઓ ખરીદતી વખતે તેની એક્સપાયરી ડેટ ખાસ વાંચી લેવી જેથી ભૂલમાં પણ ખોટી દવા શરીરમાં ન જાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



