મુંબઈ,તા.૨૮
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાની વધારે નજીક આવ્યા છે તે ખબરો અત્યારે ચર્ચામાં છે. મલાઇકાએ જ્યારે ગત વર્ષે અરબાઝ ખાન સાથે તલાક લીધા ત્યારથી તેના અફેરની ચર્ચાઓ છે. તો એવી પણ વાતો હતી જેમાં મલાઇકાનાં અફેરની ચર્ચાઓને લઇને અરબાઝે તેને તલાક આપવાનો નિર્ણય કર્યો હતો.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં અરબાઝ ખાને કહ્યું કે, “લોકો પોતાની જિંદગી અને કેરિયરને પરફેક્ટ કરવા માટે ઘણા કામ્પ્રોમાઇઝ કરે છે. લગ્ન પણ આવુ જ હોય છે. એક સારું કપલ બનવા માટે ૨ લોકો ઘણા એડજસ્ટમેંટ અને કામ્પ્રોમાઇઝ કરે છે. ચાહે તે ખુશ હોય કે ના હોય. મને ખબર નથી પડતી કે શું આપણે વધારે સારું મેળવવાની ઇચ્છા ના રાખવી જાઇએ? દરેકને એક સારી પત્નીની ઇચ્છા હોય છે અને હું ખુશ છું.”
મે ૨૧ વર્ષ સુધી મારા સંબંધને બચાવી રાખ્યો, પરંતુ ઠીક છે, દરેક આટલા લાંબા સમય સુધી પોતાના સંબંધને સંભાળી નથી શકતા.” ઉલ્લેખનીય છે કે અત્યારે અરબાઝ ખાન પોતાની વિદેશી ગર્લફ્રેન્ડ જાર્જિયા એન્ડ્રીયાની સાથે લગ્નની તૈયારીઓ કરી રહ્યો છે.
તો મલાઇકા અને અર્જુન કપૂરનાં લગ્નનાં પણ સમાચાર આવી રહ્યા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે મલાઇકા અને અર્જુન કપૂર આવતા વર્ષે ૨૦૧૯માં લગ્ન કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી બંને સાથે જાવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મલાઇકા અર્જુનથી ૧૨ વર્ષ મોટી છે અને તેનો ૧૫ વર્ષનો એક દીકરો પણ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






