ઈસરોના પૂર્વ ચેરમેન માધવન સહિત પાંચ લોકો ભાજપમાં જોડાયા

0
16

તિરુવનંતપુરમ્‌,તા.૨૮
પૂર્વ ત્રાવણકોર દેવસમ બોર્ડના અધ્યક્ષ અને કેપીસીસી એક્ઝિક્યૂટીવ  કમિટી ચેરમેન જી રમન નાયર ઉપરાંત પાંચ લોકોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે કેરળ મુલાકાત દરમિયાન પાંચ જાણીતા ચહેરાને ભાજપમાં આવકાર્યા હતા. ઈસરોના પૂર્વ ચેરમેન માધવન નાયર, પૂર્વ ટીડીબીના અધ્યક્ષ અને કેપીસીસી એક્ઝિક્યૂટીવ કમિટી ચેરમેન જે રમન નાયર સહિત પાંચ લોકો ભાજપમાં જાડાઈ ગયા છે.
‘હું ભાજપ સાથે કેટલાક સમયથી કામ કરી રહ્યો હતો પરંતુ શનિવારે સત્તાવાર રીતે અમિત શાહજીએ મને ભાજપમાં આવકાર્યો હતો. હું મોદીની રાષ્ટ્રના વિકાસની ફિલોસોફીમાં રસ ધરાવું છું અને એટલા માટે જ તેમની સાથે કામ કરવામાં મને રસ છે,’ તેમ માધવન નાયરે જણાવ્યું હતું.
આ ઉપરાંત પૂર્વ મહિલા પંચના સભ્ય ડો. પ્રમીલા દેવી, જેડીએસ ડિસ્ટ્રીક્ટ વાઈસ પ્રેસિડેન્ટ કારાકુલમ દીવાકરન નાયર અને મલંકરા ચર્ચના થોમસ જ્હોન પણ ભાજપમાં જાડાયા હતા. શનિવારે રાત્રે કેરળની એક હોટેલમાં યોજાયેલા કાર્યક્રમમાં અમિત શાહે પાંચેય જાણીતા ચહેરાઓને ભાજપની સભ્યતા અપાવી હતી. રમન નાયરને અગાઉ ભાજપના કાર્યક્રમમાં સામેલ થવા બદલ કોંગ્રેસે પાણીચું આપી દીધું હતું. રમન નાયરે જણાવ્યું હતું કે સબરીમાલા વિવાદ મુદ્દે ભાજપના સ્ટેન્ડ સાથે તેઓ સહમત છે અને માટે તેઓ ભાજપ સાથે જાડાયા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પંડલમ પેલેસ એક્ઝિક્યૂટીવ કમિટીના અધ્યક્ષ પીજી શશીકુમાર વર્મા તેમજ સબરીમાલામાં તમામ વયજૂથની મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહેલા અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ પણ શાહને મળ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY