ગૃહમાં જગદીશ ઠાકોર પર કરાયો હુમલો, નીમાબેન બાલબાલ બચ્યાં : નીતિન પટેલ

0
101

ગાંધીનગર,
તા.૧૪/૦૩/૨૦૧૮

ગૃહમાં સર્જાયેલા ઘટનાક્રમ વિશે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે,” કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહમાં હુમલો જગદીશ ઠાકોર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં નીમાબેન આચાર્ય બાલ બાલ બચ્યા હતા. આ ઘટનાના સાક્ષી પણ નીમાબેન આચાર્ય છે. કોઈપણ કારણ વગર કોંગ્રેસના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતા. ગૃહમાં હુમલો કર્યો હતો. આ ઘટનાની અમે નિંદા કરીએ છીએ. આટલી હિંસક, નિંદનીય ઘટના ક્્યારેય જાઈ નથી.”

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, ” વિધાનસભામાં પોઈન્ટ ઓફ ઓર્ડરની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે કોઈપણ કારણ વગર અમરિશભાઈ ઉશ્કેરાઈને ઉભા થયા હતા. તેઓ વિપક્ષના નેતા સામે હાથ કરી કશુંક બોલ્યા હતા. તે પછી ગૃહમાં કઈં ન સંભળાય તેવી પરિસ્થતિ ઉભી થઈ. કોંગ્રેસના સભ્યો જ અમરિશભાઈને મનાવવા ગયા. અમરિશભાઈ દોડી અધ્યક્ષના સ્થાન તરફ આવ્યા હતા. તેમણે કોઈપણ કારણ વગર મ્ત્નઁના સ્ન્છ જગદીશ પંચાલના માથામાં માઈક માર્યું. તેમણે ઉશ્કેરાઈને માઈક તોડીને માર્યું હતું.”

નીતિન પટેલે વધુંમાં કહ્યું હતું કે, “આ હુમલામાં નિમાબેન આચાર્ય બચી ગયા હતા. વિધાનસભાના ફૂટેજમાં તે સ્પષ્ટ દેખાઈ આવે છે. વિધાનસભામાં ન બોલાય તેવા શબ્દો બોલ્યા. તે સાથે બંને પક્ષના ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા. ગૃહમાં ગરમાગરમી થઈ ગઈ હતી. આટલી હિંસક, નિંદનીય ઘટના ક્્યારેય જાઈ નથી. વિપક્ષના નેતા પરેશ ધાનાણી સમજાવવાના પ્રયાસ કર્યા હતા.”

નીતિન પટેલે એ સ્પષ્ટ કર્યું હતું કે, “મ્ત્નઁના કોઈ ધારાસભ્ય અપશબ્દો બોલ્યા નથી. મ્ત્નઁના મહિલા ધારાસભ્ય નિમાબહેન આચાર્ય સાક્ષી છે. સંસદીય મંત્રી તરફથી અધ્યક્ષને વિનંતી કરીશું. વિધાનસભામાં ખૂણે ખૂણો ઝ્રઝ્ર્‌ફમાં રેકોર્ડ થાય છે. ઝ્રઝ્ર્‌ફ જાહેર કરવા અધ્યક્ષને રજૂઆત કરીશું. મ્ત્નઁના સભ્યો ગાળો બોલ્યાની વાત તદ્દન ખોટી છે. સંપૂર્ણ તોફાન કોંગ્રેસના ૩ ધારાસભ્યોએ જ કર્યું હતું. પત્રકારોએ પણ આખી ઘટના નજરે જાઈ છે. પ્રતાપ દૂધાતનો કોઈ પ્રશ્ન નહોતો, અચાનક ઉશ્કેરાયા. કોંગ્રેસના સ્ન્છના અંદરોઅંદર એક બીજા પર આક્ષેપ છે. કાર્યવાહી કરવા અંગે અભ્યાસ કરી રહ્યા છીએ.”

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY