નાની સિંચાઈ યોજનામાં કરોડોના કૌભાંડ : ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાની ધરપકડ

0
6

મોરબી,તા.૨૮
મોરબી જીલ્લામાં નાની સિંચાઇ યોજનામાં કરોડોના કૌભાંડમાં નવો ધડાકો થયો છે. આ કૌભાંડમાં હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય અને એક વકીલની સંડોવણી પણ ખુલી છે. મોરબી ન્ઝ્રમ્એ હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને ભરત ગડેશીયાની મોડી રાત્રે ધરપકડ કરી હતી. મોરબી ડ્ઢરૂજીઁએ બંનેની પુછપરછ હાથ ધરી છે.
જિલ્લામાં થયેલ ૩૩૪ કામોમાં ભ્રષ્ટાચાર મામલે એ ડિવિઝન પોલીસ તપાસ શરુ કરી દીધી છે. વકીલ અને ધારાસભ્ય ની સંડોવણી બાદ મોટા ખુલાસા થાય તેવી શકીયતાઓ છે.
શંકાના આધારે પોલીસે પરસોત્તમ સાબરિયાની પૂછપરછ શરૂ કરી છે. માળીયા ધારાસભ્ય બ્રિજેશ મેરજા , ટંકારાના ધારાસભ્ય સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જિલ્લા એસ.પી , ડીવાયએસપી સહિતના પોલીસ કર્મીઓ ઉપસ્થિત પોલીસ સ્ટેશનમાં હાજર છે
મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવો ઉંડા કરવા મોરબી જિલ્લાના વિવિધ તાલુકામાં અંદાજિત ૨૦ કરોડથી વધુ રકમના કામો મંજૂર કર્યા હતા. સિંચાઇ યોજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ પોલીસ મથક માં ૪૬ કામોની તપાસ કરવામાં આવી હતી.જેમાં ૬૬.૯૧ લાખની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથક માં થઈ હતી.v

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY