ચાલુ વર્ષે રાજ્યભરમાં મગફળી ઉત્પાદનમાં ધરખમ ઘટાડાની સંભાવના

0
6

રાજકોટ,તા.૨૮
આ વર્ષે રાજ્યભરમાં મગફળી ઉત્પાદનમાં ધરખમ ઘટાડાનો અંદાજ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશને વ્યક્ત કર્યો છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ૪૮ ટકા ઓછા ઉત્પાદન સાથે મગફળીનું ૧૩.૫ લાખ ટન ઉત્પાદન થાય તેવી શકીયતા છે. આજે રાજકોટમાં સોમાની ૬૯માં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.
જેમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ૪૮ ટકા ઓછા ઉત્પાદનનો અંદાજ વ્યક્ત થયો છે. ગત વર્ષે રાજ્યભરમાં ૨૫ લાખ મેટ્રિક ટન મગફળીનું મબલક ઉત્પાદન થયુ હતુ..જાકે આ વર્ષ અમરેલીમાં વિધાએ ચારથી પાંચ મણ, જામનગરમાં ૧.૧૫ લાખ ટન મગફળી ઉત્પાદનની શકીયતા છે.
આ ઉપરાંત દ્વારકામાં ૬૭ હજાર ટન, જૂનાગઢ ૩.૫ લાખ ટન, પોરબંદરમાં ૫૭ હજાર ટન જ્યારે રાજકોટ જિલ્લા માં ૧.૮૦ લાખ ટન ઉત્પાદન રહેવાનો અંદાજ સોમા દ્વારા વ્યક્ત કરાયો છે.જે રીતે સોમાએ મગફળીના ઓછા ઉત્પાદનનો અંદાજ કાઢ્યો છે.
રાજકોટ સોમા ની સામાન્ય સભા માં પૂર્વ પ્રમુખ નું વિવાદિત નિવેદન આપતાં કહ્યું,ગુજરાત નું ખેતી વાડી ખાતું દર વર્ષે મગફળી ના પાક નો અંદાજ ડબ્બલ કાઢે છે. જેને કારણે ખરીદદારો હટી જાય છે જેથી ખેડૂતો ને નુકશાન જાય છે. ઓફિસરો પોતાની રોતે ખોટા આંકડા જાહેર કરી સરકાર સમક્ષ મૂકી દે છે. આ ખોટા આંકડા ને કારણે સરકાર ને સાચું ચિત્ર ખબર પડતી નથી. સરકાર ના આંકડા મુજબ ૨૭ લાખ ટન મગફળી નું ઉત્પાદન જણાતા ય્જી્‌ કમિશ્નરે કહ્યું ૪૦૦૦ કરોડ ની આવક થશે પરંતુ આ વાત ખોટી હોવાની પૂર્વ પ્રમુખ એ નિવેદન આપ્યું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY