માનસિક અસ્વસ્થ પુરુષ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતાં મોતને ભેટ્યો

0
22

પાટણ,તા.૨૮
પાટણમાં એક હચમચાવી દે એવી ઘટના બની છે. પાટણના સમી નાયકા ગામે વીજ ટ્રાન્સફોર્મરમાં એક વ્યકિત ચડી જતાં તેનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. લોકોને જાણ તથાં યુજીવીસીએલની ટીમને જાણ કરી હતી. અને યીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે આવીને મૃતકની લાશને નીચે ઉતારી હતી. સાથે સાથે પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામમાં આજે રવિવારે સવારના સમયે એક માનસિક અસ્વસ્થ્ય પુરુષ ગામના ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયો હતો. જેના પગલે તેને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા.
સાથે સાથે UGVCL ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ટીમ સ્થળ ઉપર પહોચીને લાશને નીચે ઉતારી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY