ન્યુ દિલ્હી,તા.૨૮
ટ્રેન તથા રેલવે સ્ટેશન પર સામાન ખરીદવા હવે આપે રોકડ લઈને નહીં ફરવું પડે. મીડિયા રિપોટ્ર્સ મુજબ, ટૂંક સમયમાં તમામ સ્ટેશનો અને ટ્રેનમાં ક્રેડિટ તથા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકાશે. રેલવે વિક્રેતાઓને પી.ઓ.એસ.(પોઈન્ટ ઓફ સેલ) હેન્ડ હેલ્ડ મશીન આપવાની તૈયારી કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ પ્રોજેક્ટ ૧ નવેમ્બરથી શતાબ્દી, દુરંતો અને રાજધાની જેવી ટ્રેનોથી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય વિક્રેતા હોય કે રેલવે વિક્રેતા, મુસાફરોની ફરિયાદ હંમેશા રહી છે કે તેમની પાસેથી વધુ પૈસા લેવામાં આવે છે. પાણીની બોટલથી લઈને ચા સુધી વધુ પૈસા વસુલવામાં આવે છે. હવે મુસાફરોને આ ઝંઝટમાંથી મુક્તી મળશે. મુસાફરો પી.ઓ.એસની મદદથી સીધા રેલવે ખાતામાં પૈસા જમા કરાવી શકે છે.
મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે દુરંતો, શતાબ્દી અને રાજધાની જેવી ટ્રેનમાં મુસાફરો પાસેથી ખાનપાનનો ચાર્જ ટિકિટ સાથે વસુલવામાં આવે છે. આ સિવાય ટ્રેનમાં મુસાફરોને પાણીની બોટલ, ચા તથા નાસ્તા જેવી વસ્તુ ખરીદવા માટે પણ પૈસા વેન્ડરને કેશમાં આપવા પડે છે. આમાં વેન્ડરો દ્વારા વધુ ચાર્જ લેવાની ફરિયાદો આવે છે. આમાંથી બચવા માટે રેલવે વેન્ડરોને પી.ઓ.એસ મશીન આપશે, જેમાં આપ ખાવાની એજ કિંમત ચુકવશો જે વાસ્તવિકતામાં છે.
ટ્રેનમાં આઈ.આર.સી.ટી.સી અને પેન્ટ્રીકર સાથે ગેરકાયદે વિક્રેતા પણ સામાન વેચે છે. તેમના કારણે ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોને ખર્ચાળ ભોજન મળે છે. પી.ઓ.એસ આવ્યા પછી મુસાફરો આ વેન્ડરોની ઓળખ કરી શકશે અને યોગ્ય દર પર ભોજન મેળવી શકશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



