ન્યુ દિલ્હી,તા.૧૯
સરકારે લઘુમતિ સમુદાયના વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક, પોસ્ટ મેટ્રિક અને પ્રતિભાના આધાર પર અપાતી છાત્રવૃત્તિઓની સમયમર્યાદા બે વર્ષ માટે વધારી દીધી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની આર્થિક મામલાની સમિતિએ છ અધિસુચિત લઘુમતિ સમુદાયના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પહેલાં, મેટ્રિક પછી આધારિત છાત્રવૃત્તિ યોજનાઓને ૫૩૩૮ કરોડ રૂપિયાના ખર્ચથી ૨૦૧૯-૨૦ની સમયમર્યાદા સુધી યથાવત રાખવાના પ્રસ્તાવને સ્વીકૃતિ આપી દીધી છે.
સરકારના જણાવ્યા અનુસાર તેનાથી પ્રતિવર્ષ ૭૦ લાખ વિદ્યાર્થીઓ લાભાન્વિત થશે. આ યોજના રાષ્ટ્રીય છાત્રવૃત્તિ પોર્ટલ એનએસપીના માધ્યમથી લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છાત્રવૃત્તિઓ એ વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેમને પહેલાંની અંતિમ પરીક્ષામાં ૫૦ ટકાથી ઓછા માર્કસ પ્રાપ્ત થયા નથી. વિદ્યાર્થીવૃત્તિ યોજનાનો હેતુ લઘુમતિ સમુદાયના માતા-પિતાને પોતાના બાળકોને સ્કૂલ મોકલવા માટે પ્રેરિત કરવા, સ્કૂલ શિક્ષણ પર તેનો નાણાકીય બોજને ઓછો કરવા અને તેના બાળકોનું સ્કૂલ શિક્ષણ પૂરું કરવામાં તેના અનેક પ્રયાસોને સમર્થન આપવાનો છે.
આ ઉપરાંત સરકાર આ યોજનાથી ગરીબ અને મેઘાવી લઘુમતિ વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા પૂરી પાડવા માગે છે જેથી વિદ્યાર્થીઓ સ્નાતક અને સ્નાતકોત્તર સ્તરે ભણતર યથાવત રાખી શકે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



