હીરા ઉદ્યોગમાં મંદીઃ કારખાનામાં વેકેશન જાહેર થતાં રત્નકલાકારો વતન ફર્યા

0
24

સુરત,તા.૨૯
હીરા ઉદ્યોગમાં હાલમાં મંદીનો માહોલ જણાઇ રહ્યો છે ત્યારે નાના કારખાનેદારો અને નાના કારખાનામાં કામ કરતા વર્કરો માટે મુશ્કેલીનો સમય છે. માર્કેટમાં નાણાકીય પ્રવાહીતા ન હોવાના કારણેથી નાના કારખાને દારોના વહીવટ અટવાઈ જવા સંભવ હોવાથી અત્યારે કેટલાક કારખાના માલિકોએ વેકેશન પાડી દીધું છે.
જે કારખાનાઓમાં વેકેશન પડી રહ્યા છે તે ફરી ક્્યારે ચાલું થશે તેની પણ કોઇ તારીખ કારીગરોને અપાતી નથી. દર વર્ષે સામાન્ય રીતે દિવાળી વેકેશન ધનતેરસના દિવસથી શરૂ થતું હોય છે. હાલમાં માર્કેટની પરસ્થિત મુજબ દશેરા પછી કેટલાક નાના ખાતાઓ બંધ થઇ ગયા છે. જાડા હીરા બનાવતી કંપનીઓ માટે કંઇક અંશે ઓછી મુશ્કેલી છે પરંતુ, નાની સાઇઝના હીરા બનાવતા નાના ખાતાઓ આગામી ૧લી નવેમ્બરથી મોટાભાગના કારખાનાઓ બંધ થઇ જશે તેવું હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે.
દિવાળીના અંતિમ દિવસોમાં જાવા મળતો હોય તેવો માહોલ અત્યારથી જાવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર તરફ જવા ભીડ જાવા મળે છે. કેટલાક ખાનગી વાહનોમાં ઘરવખરીનો સામાન ભરાઈને જતો જાવા મળે છે. સૌરાષ્ટÙના ગામડાઓમાં ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવું વાતાવરણ અને હીરા ઉદ્યોગમાં મંદીથી નાના વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી નોબત આવશે. આમ ડાયમંડસીટી તરીકે જગવિખ્યાત સુરતમાં હીરાના ધંધાર્થીઓમાં દિવાળી વેકેશનને લઈને ભારે અસમંજસતાનું વાતાવરણ જાવા મળી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY