વડોદરા,તા.૨૯
વડોદરામાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, “જીએસટી, બેરોજગારી અને કાયદો વ્યવસ્થા બગડી રહી છે. પ્રજા પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવોને કારણે પરેશાન છે.” તો ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવતા ભરતસિંહે કહ્યું કે, “ખેડૂતોને ટેકાનાં ભાવ મળતા નથી. આ કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.”
દેશની આઝાદીમાં મહાત્મા ગાંધી પછી જેમનો સૌથી વધુ ફાળો હતો તેવા સરદાર પટેલના સ્થાને નહેરુને વડાપ્રધાન બનાવવામાં આવ્યા! તમામ વડાપ્રધાન અને મહાન હસ્તીઓના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવે છે. જ્યારે આઝાદીની લડત અને ત્યારબાદ દેશને સંગઠિત કરવા માટે જાત ઘસી નાંખનાર સરદાર પટેલનો અંતિમ સંસ્કાર મુંબઇમાં કરવામાં આવ્યો!
ગાંધી પરિવારના ત્રણ-ત્રણ લોકોને ભારત રત્નથી નવાજવામાં આવ્યા પણ જેમના કારણે આજનું અખંડ ભારત અસ્તિત્વમાં છે તે સરદારને મૃત્યુના ૪૧ વર્ષ બાદ ભારતરત્ન અપાયો! એ પણ બિનકોંગ્રેસી સરકાર દ્વારા..
ભરતસિંહ સોલંકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું કે પીએમ મોદી સીબીઆઈનો દૂરઉપયોગ કરી રહ્યા છે. તેમણે કેવડીયામાં આદિવાસીઓ સાથે મળીને રેલી યોજવાનું જણાવતા કહ્યું કે, “કેવડિયામાં આદિવાસીઓ સાથે કાંગ્રેસ જાડાશે અને રેલી કરશે.”
તો જીતુ વાઘાણીએ કરેલા ટિવટ પર ભરતસિંહે કહ્યું કે, “જીતુ વાઘાણીનો ઇતિહાસ મર્યાદિત છે. આઝાદીની ચળવળમાં ઇજીજી અને હિંદુ મહાસભા વિÎન નાંખતા હતા. એરપોર્ટને સરદારનું નામ અપાતા ચીમનભાઈએ વિરોધ કર્યો હતો. બીજેપી કયા મોઢે સરદારની વાતો કરે છે? વાઘાણી સીએમ અને ડેપ્યુટી સીએમનો ઝગડો અટકાવી શકતા નથી.” ભરતસિંહે મ્ત્નઁની એકતા યાત્રાને ફ્લોપ ગણાવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



