રાત્રી ના સમયે ઇન્ક્વાયરી ઓફીસ બંધ હોવાથી લોકોને પડતી મુશ્કેલીઓ પીવાના પાણીની તથા રાત્રે લાઇટ ની સુવિધા અભાવે મુસાફરો પરેશાન રાત્રી ના સમયે કેટલીક બસો બરોબર જતી રહે છે.

નવ નિર્મિત લીંબડી એસ.ટી ડેપો બિલ્ડીંગ માં મોટા ભાગનું કામ હજુ બાકી છે. તેમ છતાં ડેપો ને કાર્યરત કરી દેવામાં આવતાં મુસાફરો તથા એસ.ટી ડેપો સ્ટાફ કર્મચારી પરિવાર અને મુસાફરો માં રોષ ની લાગણી છવાઈ છે. વહેલી તકે એસ.ટી ડેપોમાં બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રજુઆત પ્રબળ બની છે.

સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાતા અને લીંબડી છોટા કશી તરીકે ને બિરુદ આપવામાં આવ્યું છે. ત્યારે લીંબડી એસ.ટી ડેપોનું જુનું બિલ્ડીંગ વિનાશક ભૂકંપ બાદ જર્જરીત થયું હતું. મુસાફરો ની માંગણી ને ધ્યાને લઈને ગુજરાત રાજ્ય ના પુર્વ મંત્રી શ્રી કિરિટસિંહ રાણા એ રાજ્ય સરકાર માં રજુઆતોથી અંદાજે 3.70 કરોડ રૂપિયા ના ખર્ચે લીંબડી ડેપોનું નવિનીકરણ હાથ ધરાયું છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ગોકળગાયની ગતિ એ ચાલી રહેલા આ ડેપો નું મોટા ભાગનું કામ હજુ બાકી હોવા છતાં ઉદઘાટન સમારોહ કર્યા વગર જ એસ.ટી ડેપો ના નવા બિલ્ડીંગ નો ચાર્જ સંભાળી લઈ કાર્યરત કરી દેવામાં આવતાં એસ.ટી ડેપો સ્ટાફ કર્મચારી અને અધિકારીઓ તથા મુસાફરોમાં રોષનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. વહેલી તકે ડેપોમાં બાકીનું કામકાજ પુર્ણ કરી પછી જ વિધિવત લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નવા ડેપોમાં પીવાના પાણીની સુવિધા જ નથી, રાત્રી ના સમયે ઇન્ક્વાયરી ઓફીસ બંધ છે.

લીંબડીના નવ નિર્મિત એસ.ટી ડેપોમાં મુસાફરો માટે પીવાના પાણીની સુવિધા જ નથી. તેમજ રાત્રે મોટા ભાગની લાઇટો બંધ હોવાથી અંધારપટ જ છવાયેલો રહે છે. જેથી મુસાફરો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

નવા ડેપોમાં મુસાફરો માટે બાથરૂમ અને શૌચાલય ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરંતુ નળ જોડાણ નું કામ બાકી હોવાથી પાણીના અભાવે મોટા ભાગે શૌચાલયો બંધ જ રહેતા હોય મુસાફરો ને મુશ્કેલી પડે છે.
આ બાબતે લીંબડી એસ.ટી. ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે ઉચ્ચ કચેરી એ અમે આ અંગે રજૂઆત કરી દીધી છે તો વહેલી માં વહેલી તકે બાકી નું કામ પૂરું કરવામાં આવે તેવા અમારા પ્રયત્નો રહેશે.
રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




