ચડ્ડી-બનિયાનધારી તસ્કરોનો આતંક : ૩.ર૪ લાખની ચોરી

0
12

અમદાવાદ,તા.૨૯
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે, તેમાં પણ ચડ્ડી-બનિયાનધારી ટોળકીનો તો એ હદે ત્રાસ છે કે તે ગમે ત્યારે ચોરીની ઘટનાને અંજામ આપે છે. નરોડા વિસ્તારમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકીએ અક્ષય રેસિડન્સીમાં રહેતા ડોક્ટર દંપતીના ઘરમાં ઘૂસીને ૩.ર૪ લાખ રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
આ સિવાય તે જ સોસાયટીમાં એક મકાનનું તાળું પણ તસ્કરોએ તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. અક્ષય રેસિડન્સીના રહીશોની સતર્કતાના કારણે તસ્કરો કોટ કૂદીને નાસી ગયા હતા. નરોડા વિસ્તારમાં આવેલ અક્ષય રેસિડન્સીમાં રહેતા અને શેલ્બી હોસ્પિટલના ડોક્ટર સ્નેહલભાઇ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. રાતે ડો.સ્નેહલભાઇ નોકરી પર ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના ઘરમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મોડી રાતે ત્રણ વાગ્યાની આસપાસ તેમની સોસાયટીમાં રહેતા મલ્હારભાઇએ સ્નેહલભાઇને ફોન કર્યો હતો અને તમારા ઘરનું તાળું તૂટેલું છે અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો છે તેના સમાચાર આપ્યા હતા.
સ્નેહલભાઇ ઘરે પહોંચ્યા ત્યારે પોલીસ પહેલાંથી જ હાજર હતી અને તપાસ ચાલુ કરી દીધી હતી. તસ્કરોએ સ્નેહલભાઇના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત ૩.ર૪ લાખના દાગીનાની ચોરી કરી હતી. સ્નેહલભાઇએ સોસાયટીમાં રહેતા લોકોને પૂછ્યું ત્યારે ખબર પડી કે ત્રણ ચાર શખ્સો ચોરી કરવા માટે આવ્યા હતા, પરંતુ લોકોએ ચોર-ચોરની બૂમો પાડતાં તે સોસાયટીનો કોટ કૂદીને નાસી ગયા હતા.
તસ્કરોએ સ્નેહલભાઇના મકાન સિવાય અન્ય એક મકાનમાં ચોરી કરવા માટે લોક તોડ્યું હતું, જાકે ત્યાં તેમને કશું જ મળ્યું હતું નહીં. નરોડા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી નરોડા વિસ્તારમાં ચડ્ડી-બનિયાનધારી તસ્કરોનો આતંક જાવા મળી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY