તિરુવનંતપુરમ્,તા.૨૯
કેરળના સબરીમાલા મંદિરમાં ઉગ્ર પ્રદર્શનકારીઓનું નેતૃત્વ કરનાર અયપ્પા ધર્મ સમિતિના અધ્યક્ષ અને સામાજિક કાર્યકર્તા રાહુલ ઈશ્વર પર પણ #MeToo અભિયાન હેઠળ યૌન શોષણનો આરોપ લાગ્યો છે. એક જાણીતી આર્ટિસ્ટે જણાવ્યુ કે લગભગ ૧૪ વર્ષ પહેલા રાહુલે તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી.
મહિલાએ જણાવ્યુ કે વર્ષ ૨૦૦૩-૨૦૦૪માં તે ૧૨મા ધોરણમાં ભણતી હતી અને તે સમયે ઈશ્વર યુવાઓની વચ્ચે ઘણા ચર્ચામા હતા. ત્યારે એક મિત્ર દ્વારા તેમની મિત્રતા રાહુલ સાથે થઈ, જેનાથી તે ખુશ હતા.
તેમણે જણાવ્યુ કે એક દિવસ ઈશ્વરે મને પોતાના ઘરે બોલાવી અને કહ્યું કે મારી માતા ઘરે જ હશે અને આપણે ત્યાં બેસીને વાતો કરી શકીએ છીએ. મહિલાએ જણાવ્યુ કે તે સમયે કેરળમાં વધારે ફ્લેટ ન્હોતા અને ઈશ્વર તે સમયે ફ્લેટમાં જ રહેતા હતા. જે પલાયમ રૂટ પર બેકરી જંક્શનની પાસે હતો. તે બિલ્ડીંગ બ્રાઉન કલરની હતી. હું ત્યાં એ વિચારીને ગઈ કે મારી મુલાકાત તેમની મા સાથે પણ થશે. પરંતુ તેમના ફ્લેટમાં જતા જ મને અહેસાસ થયો કે તેમની માતા ઘરમાં નથી. હું તે સમયે ઘણી નાની હતી તેથી ડરી ગઈ.
ઈશ્વરે મને કહ્યું કે મારી માતા અત્યારે બહાર ગઈ છે થોડી વારમાં આવી જશે. તેમણે મને બેસવા માટે કહ્યું અને એક પાર્ન ફિલ્મ ચાલુ કરી જેના કારણે મને અજુગતુ લાગ્યુ. જે બાદ તેમણે મને ફ્લેટ બતાવ્યો અને તેમના રૂમમાં મને સ્પર્શવાની અને કિસ કરવાનો પ્રયત્ન કર્યો. મને લાગ્યુ કે હું ફસાઈ ગઈ છુ હું નહોતી જાણતી કે આ વિશે કેવી રીતે પ્રતિક્રિયા આપુ તો હું પાછી હટી ગઈ અને તેમને મનાઈ કરી. તેમ છતાં તેમણે મારી સાથે આવુ ગેરવર્તન કર્યુ તો ત્યાંથી જતી રહી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




