બાકરોલા શાળાના શિક્ષિકા હંસાબેન મકવાણાનું નિવૃત્તિ વયે વિદાયમાન

0
257

સુરત, તા.૩૦
બાકરોલ પ્રાથમિક શાળા, તા.અંકલેશ્વર, જિ.ભરૂચના ઉ.શિ. હંસાબેન જીવણભાઈ મકવાણા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તા.૨૨-૧૦-૨૦૧૮ના રોજ ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ કારોબારી સભ્ય હર્ષદભાઈ પટેલના પ્રમુખ સ્થાને નિવૃત્તિ વિદાય સન્માન સમારોહનું આયોજન થયું હતું. પ્રારંભે બાકરોલ પ્રાથમિક શાળાની બાળાઅોએ પ્રાર્થના અને સ્વાગત ગીત-આચાર્ય ગણપતભાઈ પટેલે આવકાર આપ્યો હતો. હંસાબેનને શ્રીફળ, શાલ, સ્મૃતિભેટ, પુષ્પગુચ્છ વડે બહુમાન થયું હતું. જયમલભાઈ સ્ïનેહી, હર્ષદભાઈ ચૌહાણ, ભગુભાઈ પ્રે. સોલંકી અને હર્ષદભાઈ પટેલે બેનની ૩૭ વર્ષની સુદીર્ઘ સેવાઅો વિરલ શાંત વ્યક્તિત્વ શાળાની અૌષધી શાકભાજી ઉદ્યાનને બિરદાવી નિરામય દીર્ઘ જવનની શુભેચ્છાઅો પાઠવી હતી. આ પ્રસંગે કનુભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, બી.આ.સી. કોર્ડીનેટર આમીના પઠાણ, જનકીબેન, પૂજ્ય લીલાબાનું સન્માન થયું હતું. કેન્દ્ર શાળાના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો સ્વજનો હાજર રહ્ના હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY