આજથી દિવાળી વેકેશન સંદર્ભે ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડશે

0
306

વલસાડ, તા.૩૦
ગુજરાત રાજ્ય મોટર વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના તહેવારોમાં વતન જવા માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર રાજ્યમાં વધારાના મુસાફરોની સગવડતા માટે વલસાડ વિભાગના તમામ ડેપો દ્વારા તા.૩૦/૧૦/૧૮થી તા.૬/૧૧/૧૮ દરમિયાન જરૂરિયાત અનુસાર વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જેનો સર્વે મુસાફર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.
આ ઉપરાંત વલસાડથી અમદાવાદ, દાહોદ, ઝાલોદ, આહવાથી સેલવાસ, બીલીમોરાથી અમદાવાદ, દાહોદ ઝાલોદ, ધરમપુરથી અમદાવાદ, લુણાવાડા, વાપીથી અમદાવાદ, ઉમરગામથી અંબાજી અને નવસારીથી ઝાલોદ, દાહોદ તેમજ આંતરરાજ્ય સર્વિસ નવસારીથી ચાલીસગાંવ સવારે ૭-૦૦ અને ૧૧-૦૦ કલાકે તથા ચાલીસગાંવથી નવસારી બપોરે ૧૪-૩૦ અને સાંજે ૧૮-૩૦ કલાકે, વાપીથી શિરડી ૧૯ કલાકે અને પરત શિરડીથી વાપી સવારે ૪-૦૦ કલાકે, વાપીથી નાશિક બપોરે ૧૫-૦૦ કાકે અને પરત નાશિકથી વાપી રાત્રે ૨૦-૦૦ કલાકે દિવાળી સ્પેશિયલ ઉપડશે. જા એકાવન મુસાફરોનો સમૂહ હોય તો માગો ત્યાંથી જ્યાં જવાના હોય ત્યાં સુધીની બસ સેવા આપવામાં આવશે. એડવાન્સ બુકિંગ કરાવનારને ત્રણથી વધુ હોય તો હાલની રાહત પણ મળશે. તમામ બસો જીપીએસ આધારિત હોય નિયમન તથા સલામત મુસાફરી થશે, એમ વલસાડ વિભાગીય નિયામક વી.એચ.શર્મા દ્વારા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY