દેશને આઝાદી અપાવવામાં ગાંધીજી,નહેરુ અને સરદાર વલ્લભભાઈની ત્રિપુટીએ જે રીતે એક પછી એક આંદોલન ચલાવી આમ પ્રજાની યુનિટી સાથે ભારતને સ્વતંત્ર્તા અપનાવી ત્યારબાદ જુદા જુદા રાજ રજવાડાને શામદ,દામ,દંડ ભેદથી સમજાવીને અખંડ ભારતનું સ્વપ્ન પૂરું કરાવ્યું. આવા પ્રજાપ્રિય સરદારના અનેક સંભારણ દેશમાં વિવિધ રાજ્યોમાં વિખરાયેલા પડ્યા છે તે પૈકીના કેટલાકની જાળવણી થઈ રહી છે જેની મજા ગરીબ-મજૂર સામાન્ય પ્રજા માણી શકે છે અને સરદાર વિશેની અજાણી વાતો પણ લોકોને તેમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓ કે ભાવિ નાગરિકો છે તેમને મળી રહે છે. પરંતુ સરકાર દ્વારા ભારે ધુમ ધડાકા વચ્ચે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ રાખવા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોખંડી પુરુષ સરદાર વલ્લભાઈ પટેલની સ્ટેચ્યુ સરદાર સરોવર(નર્મદા ડેમ) પાસે ઉભુ કરવામાં આવ્યું છે તેનો લાભ સામાન્ય,ગરીબ કે મજૂર વર્ગ નહીં લઈ શકે તે પ્રકારના તેને જાવાના ભારેખમ ફી રાખવામાં આવી છે. સરકારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી એક આવકારદાયક આયોજન છે તેનો કોઈ વિરોધ ના હોઈ શકે પરંતુ આ સ્ટેચ્યુનો લ્હાવો સુખી ઘરના શ્રીમંતો જ લઈ શકશે કારણ કે તેના વાહન પા‹કગથી લઈ પ્રવેશ,સ્ટેચ્યુ અંતર્ગત દર્શન,ટેન્ટમાં રોકાણ સહિતના ચાર્જ બેહદ છે. હા આ કારણે સરકારને આવક ધરખમ થશે,વિદેશી પર્યટકો આકર્ષાશે તે નિશ્ચિત છે. પરંતુ આ સ્ટેચ્યુ પ્રજાના પૈસે બન્યું છે કે જેઓ આડકતરા ટેક્ષ ભરે છે તેને માટે સરદાર પટેલ એક સ્વપ્ન બની રહેશે તે હકીકત છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે દેશભરમાંથી લોખંડ ઉઘરાવવામાં આવ્યું હતુ પરંતુ આ લોખંડનો ઉપયોગ ક્યાં થયો એ કોઈને ખબર નથી હા આ સ્ટેચ્યુ ઓફ ઈન્ડિયા નહીં પણ મેક ઓફ ચાઈના છે. આમ છતાંય સરદાર પટેલ આપણા છે. સૌ કોઈના છે,કોઈ એક વ્યકિતના કે જૂથના નથી. દેશમાં ખાસ કરીને દિલ્હીમાં જ્યાં રોકાયા હતા તે બંગલો તેના સ્મરણરૂપ છે તો ભણ્યા તે શાળા ગુજરાતમાં છે. અમદાવાદમાં ભદ્ર સામે તેમના નામથી એક મકાન છે. તો શાહિબાગ અને કરમસદમાં મ્યૂઝીયમ જેવા અનેક યાદીઓ હાલની સ્થિતિએ યથાવત્ છે. સરકારે આવી સરદાર પટેલના સંભારણા જેવી ધરોહરો તરફ એક નજર સુધ્ધાં નથી કરી કે તેની મરામત કરાવી નથી કે નિભાવ માટે એક ફદિયુ પણ ફાળવ્યું નથી અને સરદાર સરોવર નર્મદા ડેમ પાસે રૂપિયા ૩૦૦૦ હજાર કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે. જા માત્ર એકાદર હજાર કરોડ લોખંડી પુરુષની યાદગીરીઓ જાળવણી પાછળ ખર્ચ્યા હોત તો સામાન્ય પ્રજાને વધુમાં વધુ લાભ મળત પરંતુ સરકારે એ તરફ ધ્યાન નથી આપ્યું આ સ્ટેચ્યુ તરફ જતાં તમામ માર્ગો પરથી હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાંખી પર્યાવરણને નુકસાન કર્યું છે તો ગરીબોને આ કારણે રોજગારી મળવાની નથી અરે એ તો ઠીક આદિવાસીઓના આ વિસ્તારમાં અનેક નર્મદા કાંઠાના લોકોને પીવાના પાણીની સમસ્યા છે. ત્યારે સરકારે આ બાબતને ધ્યાનમાં લેવાની જરૂર હતી. ખેર! લોક વિરોધ થવાના અનેક કારણો છે પણ તેમાં ન ઉતરતા સ્ટેચ્યુ પા‹કગ,પ્રવેશ સહિતના ચાર્જ જાઈએ તો કોને આ ચાર્જ પરવડે તે તમારે નક્કી કરવાનું છે.
કેવડિયા ખાતે સ્ટેચ્યુ દ્વારે પ્રવેશ ફી રૂપિયા ૩થી૧૫ વર્ષ સુધીના માટે રૂપિયા ૬૦,અને ૧૫ વર્ષથી ઉપરની ઉંમરના માટે ૧૨૦ હવે સ્ટેચ્યુ પાસે પહોંચવા બસ ભાડુ રૂપિયા ૩૦,જ્યારે વેલ ઓફ ફ્લાવર,મેમોરીયલ મ્યૂઝિયમ,આૅડિયો વિઝ્યુઅલ ગેલેરી,સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઈટ,સરદાર સરોવર ડેમ જાવાની ફુલી ફી રૂપિયા ૩૫૦ રાખવામાં આવી છે.
જ્યારે ત્યાં એક દિવસ ટેન્ટ સિટીમાં રોકાવાના ભાવ એક દિવસના એટલે કે બપોરે ૧૨.૩૦ થી રાત્રીના ૧૦.૦૦ વાગ્યા સુધી રૂપિયા ૨૫૦૦,વત્તા જીએસટી. જ્યારે એક રાત્રી અને બે દિવસ માટે ટેન્ટ અનુસાર ફી ચાર્જ રાખવામાં આવેલ છે. બે વ્યકિત માટે પ્રિમિયમ એસી ટેન્ટના રૂપિયા ૬૦૦૦,અને એક વધારાની વ્યકિત માટે રૂ.૪૦૦૦,જ્યારે ડીલક્સ એસી ટેન્ટ બે વ્યકિત માટે રૂ.૪૫૦૦ અને વધારાની એક વ્યકિતએ ૩૦૦૦ વધારાના આપવાના જ્યારે નોન એસી ટેન્ટમાં રોકાવાના બે વ્યકિતના રૂ.૩૦૦૦ અને વધુ એક વ્યકિત દીઠ ૩૦૦૦ રાખવામાં આવ્યા છે તો એક દિવસ રોકાનાર માટે એક ટાઈમ લંચ અને ચા આપવામાં આવશે જ્યારે એક રાત્રી બે દિવસ રોકાનારને બે દિવસ લંચ અને ડિનર તેમજ ચા મળશે. ઉપરાંત રાત્રે ૧૦ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા મળશે.
આમા વાંચકો જ નક્કી કરે કે એકાત્મતા યુનિટી ખરી પરંતુ સામાન્ય,ગરીબ,લોકોને આ બધા ચાર્જ પરવડે ખરા? તમે નક્કી કરજા. હવે છેલ્લે જાઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લૂ મૂકાશે તા.૩૧ આૅક્ટોબરે અને લોકોને પ્રવેશ મળશે તા.૧લીએ પરંતુ બુકિંગ શરુ થશે તા.૩-૧૧-૨૦૧૮થી આ પ્રજા પ્રવેશ માટે કેવી સુવિધા કહેવી..?
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



