સીબીઆઈનો મામલો હજી તાજા જ છે ત્યાં દેશની એક મહત્વની સંસ્થા રિઝર્વ બેન્કથી અવાજ ઉઠ્યો છે કે તેમની કામગીરીમાં પણ સરકારી હસ્તક્ષેપ થઈ રહ્યો છે. ભારતની આ સેન્ટ્રલ બેંકના ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યએ જાહેરમાં અવાજ ઉઠાવ્યો છે કે આરબીઆઈના કામકાજમાં સરકાર હસ્તક્ષેપ કરી રહી છે. તેમણે મોદી સરકાર ઉપર સંગીન આરોપ લગાવ્યો છે કે સરકાર પોતાની કેન્દ્રીય બેન્કનું સન્માન કરતી નથી અને બજારની નારાજગીનો પણ સામનો કરવો પડે છે. નિતિ વિષયક મુદ્દાઓ પર કેન્દ્ર અને કેન્દ્રીય બેન્ક વચ્ચેના બહાર આવતા મતભેદો આ વાતના સાક્ષી છે કે બંન્ને વચ્ચે બધુ ઠીકા-ઠીક નથી. વિરલે રીઝર્વ બેન્કની સ્વતંત્ર્તાની માંગ કરી છે. સીબીઆઈના વડા આલોક વર્માએ પણ સુપ્રિમ કોર્ટમાં જ પોતાની અપીલ કરી છે તેમાં કહ્યું છે કે સરકારનો હસ્તક્ષેપ થઈ રહ્યો છે. ત્રીજી તરફ અન્ય એક તપાસ એજન્સી ઈડીમાં પણ એવું કંઈક થઈ રહ્યું છે આખરે દેશની આ મહ¥વની સંસ્થાઓમાં શું થઈ રહ્યું છે?
જ્યાં જુઓ ત્યાં સરકારના હસ્તક્ષેપની ફરિયાદો થઈ રહી છે. આખરે આ સંસ્થાઓની સ્વતંત્ર્તાનું પણ કોઈ મહત્વ છે કે નહીં? આરબીઆઈમાં તો આ વર્ષ દરમ્યાન ઓછામાં ઓછા અડધો ડઝન નીતિગત બાબતોમાં બંન્ને વચ્ચેના મતદભેદ ઊભરીને બહાર આવ્યા છે. સીબીઆઈનો મામલો સુપ્રિમમાં પહોંચી ગયો છે ક્યાંક એવું ના બને કે આરબીઆઈ પણ કોર્ટમાં નજાય. સરકાર પણ જાણે છે કે આ સંસ્થાઓ દેશની લોકશાહીના પાયા જેવી છે. લોકોનો તેની પર વિશ્વાસ છે અને આ વિશ્વાસ ભરોસો કાયમ રહે એ જાવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. જા સરકાર જ તેમાં હસ્તક્ષેપ કરતી રહેશે તો આ સંસ્થાઓ કેવી રીતે નિષ્પક્ષ કામ કરશે? શું આ ગુજરાત માડલ છે કે શું? ભાજપના એક સાંસદે ખૂલ્લેઆમ આરોપ લગાવય્ હતા કે રાજન આરબીઆઈની નીતિગત ગોપનિયતાની જાણકારી વિદેશોમાં મોકલે છે. રાજન દેશદ્રોહી છે એવા આરોપ લગાવ્યા પરંતુ આ બાબતની તપાસ મોદી સરકારે કરાવી હતી? રાજને એવી તે કંઈ ગોપનીય જાણકારી વિદેશ મોકલી કે જેના કારણે તેમને દેશદ્રોહી કહેવું પડ્યું? આરોપ લગાવનાર સાંસદે હજુ સુધી આ જાણકારી જાહેર નથી કરી.
સીબીઆઈ તોતા(પોપટ)એજન્સી છે તો આરબીઆઈ પપેટ એજન્સી છે કે શું કેમ કે નોટબંધીનો નિર્ણય આખરે કોનો હતો તે બાબતમાં આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે આજદિન સુધી નથી બતાવ્યું. તેમનું મૌન જ જવાબ છે કે આ નિર્ણય તેમનો પોતાનો ન હતો. દેશની આવી સંસ્થાઓની સ્વતંત્ર્તા બની રહે એ દેશની લોકશાહી માટે ખૂબ જરૂરી છે તેમનાં હસ્તક્ષેપ બંધ થાય. તેને નિષ્પક્ષ કામ કરવા દેવું જાઈએ. સીબીઆઈ પોતાની પોપટ હોવાની છાપ સુધારવાની કોશિશ કરે અને આરબીઆઈ પણ પોપટ ના બને એ આજની નહીં આવનાર સમયની લોકશાહીની માંગ છે. આ સરદાર પટેલનો દેશ છે અને અસરદાર સરદાર આવા તો ન હતા જે રીતે આજનું ઉચ્ચ નેતાગણ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




