ગુજરાતમાં વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ ૮.૧૮ લાખ ટન કઠોળનું ઉત્પાદન થયું

0
85

ન્યુ દિલ્હી,
ગાંધીનગર,
તા.૨૪/૦૩/૨૦૧૮

ભારતમાં કઠોળનું ઉત્પાદન વર્ષ ૨૦૧૬-૧૭માં ૨.૩૧ કરોડ ટન રહ્યું હતું , જે વર્ષ ૨૦૧૫-૧૬ના ૧.૬૩ કરોડ ટનના ઉત્પાદનની સરખામણીએ ૪૧ ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ ૨૦૧૪-૧૫માં કઠોળનું ઉત્પાદન ભારતમાં ૧.૭૨ કરોડ ટન અને ગુજરાતમાં ૫.૭૪ લાખ ટન રહ્યું હતું. વર્ષ ૨૦૧૬-૧૭માં ગુજરાતમાં કઠોળનું ઉત્પાદન ૫૦ ટકા જેટલું વધ્યું હતું. વર્ષ ૨૦૧૫-૧૬માં રાજ્યમાં કઠોળનું ઉત્પાદન ૫.૪૩ લાખ ટન હતું, જે વર્ષ ૨૦૧૬-૧૭માં ૮.૧૮ લાખ ટન સુધી પહોંચ્યું હતું. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યપ્રધાન ગજેન્દ્ર સિંઘ શેખાવતે માર્ચ ૨૩, ૨૦૧૮ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.ચોમાસામાં વરસાદની અછત/ખેંચ, માવઠા/કરા અને વિપરીત તાપમાનની પરિસ્થતિ વગેરેને કારણે દેશમાં કઠોળનું ઉત્પાદન વર્ષ ૨૦૧૪-૧૫માં ૧.૭૨ કરોડ ટન અને વર્ષ ૨૦૧૫-૧૬માં ૧.૬૩ કરોડ ટન રહ્યું હતું, જે અગાઉના વર્ષ ૨૦૧૩-૧૪ના વિક્રમજનક ઉત્પાદન ૧.૯૩ કરોડ ટન કરતાં ઓછું હતું. જા કે, વર્ષ ૨૦૧૬ના સામાન્ય ચોમાસા અને સરકારે લીધેલાં વિવિધ પગલાંને કારણે વર્ષ ૨૦૧૬-૧૭માં કઠોળનું ઉત્પાદન વધીને ૨.૩૧ કરોડ ટન થયું હતું.

પરિમલ નથવાણી દુષ્કાળને કારણે કઠોળના ઉત્પાદન પર થયેલી અસર, સરકાર દ્વારા કઠોળનું ઉત્પાદન વધારવા લેવાયેલાં પગલાં અને કઠોળનું ઉત્પાદન વધારવા માટે વર્ષ ૨૦૧૮-૧૯માં ફાળવવામાં આવેલી રકમ અંગે જાણવા માંગતા હતા. કેન્દ્રીય કૃષિ રાજ્યકક્ષાનાપ્રધાને જણાવ્યું હતું કે સમયાંતરે કઠોળના ટેકાના ભાવોમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને કઠોળના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપી શકાય. વર્ષ ૨૦૧૮-૧૯ માટે નેશનલ ફૂડ સિક્યોરીટી મિશન માટે રૂ.૧૭૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં એન.એફ.એસ.એસ.-પલ્સીસના હિસ્સાનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY