ન્યુ દિલ્હી,તા.૩૦
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એક દિવસમાં એટીએમમાંથી ઉપાડવામાં આવતી રકમની મર્યાદામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ૩૧ ઓક્ટોબરથી એસબીઆઈનો આ નવો નિયમ લાગુ થશે. એટલે કે આવતીકાલથી બેંકના ગ્રાહક એક દિવસમાં ૨૦,૦૦૦ રૂપિયાથી વધારે રકમ ઉપાડી નહીં શકે. હાલમાં આ મર્યાદા ૪૦,૦૦૦ રૂપિયા છે.
એસબીઆઈ શાખાઓને મોકલવામાં આવેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, બેંકોના એટીએમ ટ્રાન્ઝેક્શનમાં થનારી છેતરપિંડીની મળતી ફરિયાદને ધ્યાનમાં રાખીને ડીજીટલ કેશલેસ ટ્રાન્ઝેક્શન વધારવાના ઉદ્દેશથી રોકડ ઉપાડની મર્યાદા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ક્લાસિક અને મેસ્ટ્રો પ્લેટફોર્મ પર જારી કરવામાં આવેલ ડેબિટ કાર્ડની ઉપાડ મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. રોકડ ઉપાડની મર્યાદામાં આ ઘટાડો તહેવાલ શરૂ થતાં પહેલા જ કરવામાં આવ્યો છે.
આ મામલે બેંકમના એમડી પીકે ગુપ્તાએ કહ્યું કે, એટીએમમાંથી નાની રકમ ઉપાડવામાં આવે છે. ૨૦ હજાર રૂપિયા મોટાભાગના ગ્રાહકો માટે પૂરતી છે. અમે નાની રકમના ઉપાડ પર થનારા ફ્રોડમાં ઘટાડાને લઈને પણ પ્રયત્ન કરી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




