સિંહણ લૂલી ચાલતી હોવાની જાણ થતાં વનવિભાગે રેસ્કિયું કરી સારવારમાં ખસેડી

0
3

ખાંભા,તા.૩૦
તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં એક લૂલી અને બીમાર સિંહણ હોવાની વનવિભાગને જાણકારી મળી હતી. ત્યારે આ સિંહણને વનવિભાગની રેસ્કિયું ટીમ દ્વારા પકડી હાલ ધારીના આંબરડી ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ અને બોરાળા રાઉન્ડની બોર્ડર નજીક આવેલા માલકનેશ રેવન્યુ વિસ્તારમાં એક આશરે ચાર વર્ષની સિંહણ પગે લુલી ચાલતી હોય ત્યારે આ સિંહણ મારણ પણ ના કરી શકતી હોય ત્યારે પૂરતો ખોરાક ના મળવાથી સિંહણ બીમાર પડી ગઈ હતી. જ્યારે આ અંગે સ્થાનિક રેસ્કિયું ટીમના સાહિદખાન પઠાણને જાણ થતાં તેઓ દ્વારા રેન્જ કચેરીએ જાણ કરવામાં આવી હતી. બાદમાં વનવિભાગના રેસ્કિયું ટીમ, મહેશભાઈ સોદારવા અને બોરાળા રાઉન્ડ ઇન ફોરેસ્ટર દીપકભાઈ સોદારવા તેમજ વનવિભાગના વેનેટરી ડોક્ટર વામજા સાહેબની દેખરેખમાં આ સિંહણને રેસ્કિયું કરવામાં આવી હતી. હાલ વેટરનરી ડોક્ટરની દેખરેખમાં ધારીના આંબરડી ખાતે સારવાર હેઠળ રાખવામાં આવી હોવાનું વનવિભાગમાંથી જાણવા મળી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY