વોશિંગ્ટન,તા.૩૧
હવે એ દિવસો દૂર નથી કે જ્યારે કેન્સરની સારવાર માટે કિમોથેરેપી જેવી પીડાદાયક પ્રક્રિયાથી પસાર નહી થવું પડે. અમેરિકાની નોર્થવેસ્ટર્ન યુનિવસિર્ટીના વૈજ્ઞાનિકોએ માનવ કોશિકામાં રહેલા એક એવા કિલ કોડની શોધ કરી છે જે કિમોથેરેપી વગર જ કેન્સરની કોશિકાઓને ખતમ કરી નાખશે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ કિમોથેરેપીથી સારવાર દરમિયાન પ્રોટીનયુક્ત રાઈબોન્યુક્લિક એસિડ (આરએનએ)ના મોટા અણુઓનો ઉપયોગ કેન્સરની કોશિકાઓને ખતમ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. જા કે આ પ્રક્રિયામાંથી પસાર થવા દરમિયાન દદૠઓના વાળ ઉતરી જવા, બ્લડ ઈન્ફેક્શન, થાક, ઉંઘ ન આવવી, સતત ઉલટીઓ થવી, મોઢામાં ઘા પડવા અને મહિલામાં વાંઝીયાપણા જેવા પડકારો સામે ઝઝૂમવું પડે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર માનવની પ્રત્યેક કોશિકાઓમાં જ રહેલા કિલ કોડ નાના આરએનએના અણુથી સજ્જ હોય છે જેને માઈક્રો આર.એન.એ. પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે અંદાજે ૮૦ કરોડ વર્ષ પહેલાં શરીરના કેન્સરથી બચવા માટે આ કિલ કોડ વિકસિત કરાયા હતા.
વૈજ્ઞાનિક પીટરના જણાવ્યા અનુસાર કિમોથેરેપીની જગ્યા પ્રાકૃતિક તંત્રનો ઉપયોગ કરવા માગતા હતા. કિલ કોડ સીધા કેન્સરની કોશિકાઓ પર છોડી શકાશે જેથી કેન્સરને જ ખતમ કરી શકાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



