ઈટલીમાં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ : ૧૧ લોકોના મોત

0
3

રોમ,તા.૩૧
ઇટલીમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. આ વરસાદમાં વેનિસ શહેરનો ૭૫ ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે. ઇટાલિયન મીડિયાના જણાવ્યા પ્રમાણે આ સદીમાં બીજી વખત આટલું ભયાનક પૂર આવ્યું છે.
ભારે વરસાદને પગલે ઓફીશીયલ રીતે મોટા ભાગની સ્કૂલને બંધ રાખવામાં આવી છે. તો બીજી તરફ નોર્થવેસ્ટ ઇટલીમાં હવા ૧૮૦ કિમી પ્રતિ કલાકે ફૂંકાઈ રહી હતી અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે.
વરસાદને લીધે અત્યાર સુધીમાં ૧૧ લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળ્યા છે. ઘણી જગ્યાએ વૃક્ષો પણ ઉખડી ગયા છે. હવામાન વિભાગે હજુ પણ થોડા દિવસ ખરાબ વાતાવરણ રહેશે તેવા સમાચાર આપ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY