અફઘાનિસ્તાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ : પાયલટ સહિત ૨૫ લોકોના મોત

0
8

કાબૂલ,તા.૩૧
અફઘાન સેનાનું હેલિકોપ્ટર ફરાહ પ્રાંતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર લગભગ ૨૫ લોકો મૃત્યુ પામ્યા છે. ઝફર મિલિટ્રી કોર્પ્સના પ્રવક્તા નજીબુલ્લા નજીબીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોઈના પણ બચવાની સંભાવના નથી.
પ્રાંતિય અધિકારીએ જણાવ્યું કે બુધવારે દક્ષિણ-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં થયેલી આ દુર્ઘટનામાં ચાલક દળ સહિત તમામ યાત્રિયોના મોત થયું છે. પશ્ચિમી ફરાહ પ્રાંતના ગવર્નરના પ્રવક્તા નેસર મેહરીએ જણાવ્યું કે સેનાના બે હેલિકોપ્ટર પડોશી હેરાત પ્રાંત તરફ જઈ રહ્યું હતું ત્યારે તેનું નિયંત્રણ ખોવાઇ ગયું હતું. હેલિકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત થવા પાછળનું કારણ ખરાબ હવામાનને માનવામાં આવી રહ્યું છે. જ્યારે એક તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું કે આતંકવાદીઓએ તેને ગોળી મારી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY