કેનેડા,તા.૮
ય્૭ દેશોના લીડર્સ કેનેડામાં મળી રહ્યા છે. ટ્રમ્પે અમુક દેશો પર લાદેલી ઇમ્પોર્ટ ડ્યુટીનો અમુક દેશો વિરોધ કરી રહ્યા છે. જેના કારણે ટ્રેડ વાર શરૂ થઇ છે અને કેનેડામાં તેનો જોરશોરથી વિરોધ થઇ રહ્યો છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જસ્ટીન ટ›ડોને ગુરૂવારે ટ્વીટર પર ‘ગુસ્સાવાળા’ ગણાવી દીધા હતા. ગત સપ્તાહે અમેરિકાએ યુરોપિયન યુનિયન, કેનેડા અને મેક્સિકોથી સ્ટીલ અને એલ્યુમિનિયમ ઇમ્પોર્ટ પર ટેક્સ લગાવવાની નિર્ણય કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, તેઓ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લઇ રહ્યા છે. જેને લઇને ટ્રમ્પ અને ટ›ડો વચ્ચે ગુરૂવારે ટ્વીટર વાર શરૂ થઇ હતી. આજે કેનેડામાં યુએસ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, ઇટલી, યુકે અને ઇયુ (યુરોપિયન યુનિયન) ય્૭ સમિટ માટે મળી રહ્યા છે.
ટ્રમ્પે યુકેના પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેને ‘સ્કૂલ મિસસ્ટ્રેસ’ કહી દીધા હતા. ટ્રમ્પે ફરિયાદ કરી હતી કે, થેરેસા હંમેશા શાણપણભર્યા જવાબો આપે છે. સૂત્રો જેણે મે અને ટ્રમ્પ વચ્ચેની આ મીટિંગનું આયોજન કર્યુ તેણે જણાવ્યા અનુસાર, ટ્રમ્પને થેરેસાએ લાન્ચ કરેલી પોલીસી ડિટેલમાં વધારે માથું મારે છે.
બે દિવસની આ બેઠકમાં ટ્રમ્પ માત્ર થોડાં સમય માટે જ હાજરી આપશે અને અન્ય દેશોના લીડર્સ કરતાં પહેલાં નિકળી જશે. ઇસ્ટ કેનેડાના ક્યૂબેક શહેરમાં આજે ટ્રેડ વાર સંબંધિત વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. દેખાવકારોએ આ એન્યુઅલ સમિટના વિરોધમાં યુકેના ધ્વજ પણ સળગાવ્યા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



