સીવીસીએ સીબીઆઈના અધિકારીઓની સઘન પૂછપરછ શરુ કરી CBI વિવાદ : ઈડી-ઈન્કમટેક્ષના સિનિયર અધિકારીઓ પણ તપાસના રડારમાં

0
14
ન્યુ દિલ્હી,તા.૩૧
સીબીઆઈ વિવાદની ચાલી રહેલી તપાસની સીધી અસર અન્ય અગત્યના વિભાગોના અધિકારીઓ ઉપરાંત કેટલાક વીઆઈપી લોકો સુધી પણ પહોંચે તેવી શક્યતા છે.
ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજા અને સંવેદનશીલ તથા ચોંકાવનારી વાતચીતના પુરાવાઓ મળ્યા છે, જેનાથી સીબીઆઈ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ઈન્કમટેક્સ (આઈટી) વિભાગના ટોચના અધિકારીઓ પણ તપાસના રડારમાં આવી ગયા છે. આ વિભાગોના ટોચના સિનિયર અધિકારીઓ પર પણ ટૂંક સમયમાં જ તપાસનો કોરડો વિંઝાય તેવી પ્રબળ શક્યતા છે.
બીજી તરફ સીબીઆઈ કોર્ટની મંજૂરી મળી ગયા બાદ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)એ સીબીઆઈના અધિકારીઓની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ એકબીજા ઉપર લાંચ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. ત્યારબાદ સફાળી જાગેલી કેન્દ્ર સરકારે આ બંને ટોચના અધિકારીઓને તાત્કાલિક રજા ઉપર ઉતારી દઈને તેમની સામે તપાસ શરૂ કરી હતી.
અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે માંસના વેપારી મોઈન કુરેશીએ પોતાનો કેસ નબળો પાડવા માટે કેટલાક જૂના અને સિનિયર અધિકારીઓ તથા પ્રભાવશાળી લોકોનો ઉપયોગ કર્યો હતો. આ લોકોની વાતચીતના મજબૂત પુરાવાઓ મળ્યા છે, પરંતુ તેમની સીધી સંડોવણી હજુ સામે આવી નથી.
સીબીઆઈ સૂત્રોનો દાવો છે કે જરૂર પડશે તો આ તમામ લોકોની સીધી પૂછપરછ પણ કરવામાં આવશે અને તેમની પાસેથી આ કેસ સંલગ્ન ચોંકાવનારી અને અગત્યની માહિતીઓ મળી શકે છે. હવે પછીની તપાસના રડારમાં ઈડી અને ઈન્કમટેક્સના ટોચના અધિકારીઓ પણ હશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY