બિહારમાં જૈન મંદિરમાં મુનિનો ગળેફાંસો ખાઈ આપઘાત

0
33

ભાગલપુર,તા.૩૧
બિહારમાં એક જૈન મંદિરમાં જૈન મુનિનો મૃતદેહ શંકાસ્પદ સંજાગોમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ભાગલપુરના કબીરપુર વિસ્તારમાં આવેલા દિગંબર જૈન સિધ્ધક્ષેત્ર મંદિરમાં જૈન મુનિ વિપ્રણ સાગરજી મહારાજ ચાર્તુમાસ કરી રહ્યા હતા. તેઓ પગપાળા વિહાર કરતા હતા. ૬ મહિના પેલા સમેત શિખરજીથી તેઓ પગપાળા ભાગલપુર આવ્યા હતા.
મંગળવારે તેઓ બપોરના આહાર બાદ મંદિરના રુમ નંબર ત્રણમાં ગયા હતા.એ પછી તેઓ બહાર આવ્યા નહોતા. સાંજના સમયે વિપ્રણ સાગર મહારાજે દરવાજા ના ખોલ્યો ત્યારે જૈન સમાજના સંખ્યાબંધ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા.તેમણે દરવાજા ખોલવાનો પ્રયત્ન કર્યો હતો.
એ પછી પણ દરવાજા નહી ખુલતા ત્યાં હાજર લોકોએ દરવાજા તોડતા અંદર છત પરના પંખા સાથે જૈન મુનિનો મૃતદેહ લટકતો જાવા મળ્યો હતો. તેમના ગળામાં પ્લાÂસ્ટકની દોરીનો ફંદો હતો.
એ પછી પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસને સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી છે. આ નોટમાં તેમણે પરેશાની હોવાનુ લખ્યુ છે પણ કયા પ્રકારની સમસ્યા હતી તેનો ઉલ્લેખ કર્યો નથી. સાથે જ લખ્યુ છે કે આપણે ખોટુ કરી રહ્યા છે. સાધુ આવુ કરે તે ખોટુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY