મુંબઈ ખાતે આરએસએસની કારોબારી બેઠક શરુ, રામમંદિર પર મંથનની શકીયતા

0
4

મુંબઈ,તા.૩૧
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કારોબારીની ત્રિદિવસીય બેઠક મુંબઈના ભાયંદરમાં આવેલા કેશવશ્રુતિમાં શરૂઆત થઈ છે. આ બેઠકમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ સામેલ થયા છે. આરએસએસ સાથે જાડાયેલા ૫૪ સંગઠનોના પ્રતિનિધિઓ પણ બેઠકમાં સામેલ થયા છે. આરએસએસની ત્રિદિવસીય બેઠકમાં ઘણાં મુદ્દાઓ પર મંથન થવાની સંભાવના છે. માનવામાં આવે છે કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ, દેશની સુરક્ષા, સીમાક્ષેત્રનો વિકાસ, નવી શિક્ષણ નીતિ અને સ્વદેશી વસ્તુઓના નિર્માણ જેવા મુદ્દાઓ પર ચર્ચાવિચારણા થવાની શકીયતા છે.
આ બેઠકમાં આરએસએસના સરકાર્યવાહ ભૈય્યાજી જાશી, સહ-સરકાર્યવાહ સુરેશ સોની, ડા. કૃષ્ણ ગોપાલ, દત્તાત્રેય હોસબલે, વી. ભગૈય્યા અને ડા. મનમોહન વૈદ્યે પણ ભાગ લીધો છે. વર્ષમાં બે વખત યોજાનારી આરએસએસની અખિલ ભારતીય કારોબારી બેઠકને દીવાળી બેઠકના નામથી પણ લોકો ઓળખે છે. દર વર્ષે વિજયાદશમી બાદ અને દિવાળી પહેલા આ બેઠક યોજાય છે.
મહત્વપૂર્ણ છે કે નાગપુર ખાતેના આરએસએસના મુખ્યમથક ખાતે વિજયાદશમીના કાર્યક્રમમાં મોહન ભાગવતે સબરીમાલા, રામમંદિર અને અર્બન નક્સલવાદ સહીત ઘણાં મહત્વના મામલાઓ પર વિચારો વ્યક્ત કર્યા હતા. રામમંદિર નિર્માણ માટે કાયદો બનાવવાની વાત પણ મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કરી હતી. જેને કારણે માનવામાં આવે છે કે બુધવારે શરૂ થયેલી આરએસએસની કારોબારી બેઠકમાં પણ આવા મુદ્દાઓ પર ચર્ચાને અંતે કોઈ રૂપરેખા તૈયાર થવાની શકીયતા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY