સતત ૧૩ દિવસ ઘટાડો કરાયા બાદ બુધવારે કિંમતોમાં કોઇ ફેરફાર ન કરાયા પછી ફરી વખત કિંમતોમાં ઘટાડો
નવી દિલ્હી,તા. ૧
સતત ૧૩ દિવસ સુધી ઘટાડો કરવામાં આવ્યા બાદ એક દિવસના બ્રેક પછી પેટ્રોલની કિંમતમાં આજે ફરીવાર ઘટાડો કરવામાં આવ્યો હતો. જા કે, ડિઝલની કિંમતને આજે યથાવત રાખવામાં આવી હતી. ડિઝલની કિંમતમાં છેલ્લા બે દિવસથી કોઇપણ ઘટાડો કરવામાં આવ્યો નથી. ડિઝલની કિંમતો મંગળવારથી સ્થિર રહી છે. આજે પેટ્રોલની કિંમતમાં ફરી ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૮ પૈસા સુધી ઘટી ગઇ હતી. જેથી પેટ્રોલની કિંમત ૭૩.૭૮ થઇ ગઇ છે.ચોથી ઓક્ટોબરના દિવસે પેટ્રોલની કિંમત ૮૪ રૂપિયા અને ડીઝલની કિંમત લીટરદીઠ ૭૫.૪૫ સુધી પહોંચી હતી. તે દિવસે સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સાથે સાથે રિટેલરોને પણ આની સુચના આપી હતી. પેટ્રોલની કિંમતમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. જુદા જુદા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ ઘટાડો જારી રહેતા સામાન્ય લોકોને હવે રાહત થઇ છે. આ મહિનાની શરૂઆતમાં તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોની સાથે સાથે રૂપિયાની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો થતાં ભારે રાહત થઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. પેટ્રોલ ડિઝલની કિંમતમાં ભાવમાં ફેરફાર પર તમામની નજર છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે અવિરત ભાવ વધારો થયા પછી છેલ્લા ૧૪ દિવસથી કિંમતોમાં ઘટાડો થતાં તેની અસર જાવા મળી શકે છે. ભાવ વધારાને લઇને સામાન્ય લોકોમાં નારાજગી જાવા મળી રહી હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી ઘટાડો થઇ રહ્યો છે. ૧૫મી જૂન ૨૦૧૭ બાદથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં દરરોજના આધારે સુધારા કરવામાં આવી રહ્યા છે. ભારતમાં ડીઝલની કિંમતમાં પણ હાલમાં તીવ્ર વધારો થયા બાદ હવે ફરી એકવાર ઘટાડાનો દોર શરૂ થયો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



