વલસાડ જિલ્લા મહેસૂલી પરિવારની પ્રાંત કક્ષાની ચિંતન શિબિર યોજાઈ ૧૫ અધિકારીઅો અને ૧૭૧ કર્મચારીઅો શિબિરમાં સહભાગી બન્યા

0
48

વલસાડ, તા.૧
વલસાડ જિલ્લા મહેસુલી પરિવારની પ્રાંત કક્ષાની ચિંતન શિબિર ચણવઇ સ્થિત એએક્ષએન રીસોર્ટ ખાતે યોજાઇ હતી. આ શિબિરમાં ૧પ મહેસુલી અધિકારીઅો અને ૧૭૧ કર્મચારીઅોએ ભાગ લીધો હતો. આ શિબિરનો શુભારંભ વલસાડ કલેકટર સી.આર.ખરસાણના હસ્તે દીપપ્રાગટ્ય થકી કરાયો હતો.
વલસાડ કલેકટર સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે, મહેસુલી અધિકારીઅો અને કર્મચારીઅોની કામગીરી ખૂબ જ ચોકસાઇ માગી લે તે પ્રકારની હોઇ દરેક કામમાં ચીવટતા રાખી રોજનું કામ તે જ દિવસે પુર્ણ કરવું જાઇએ. દરેક કર્મચારીઅોએ પોતાના કામ પ્રત્યે લગાવ રાખવાની સાથે અરજદાર સાથે સુમેળભર્યો વ્યવહાર રાખવા પણ જણાવ્યું હતું.
પ્રાંત અધિકારી કે.જે.ભગોરાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ચિંતનશિબિરના કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
ગાયત્રી પરિવારના અનિલભાઇ મજમુદારે ગાયત્રી મંત્રના ઉચ્ચારણ પુષ્પવર્ષાથી કરવાની સાથે તેમના આશીર્વચનો પાઠવ્યા હતા. યોગાથી ઇનર પાવર વધવાની સાથે તનાવ દૂર થાય છે, તેનો ખ્યાલ આપી કર્મચારીઅોને કામગીરીનો તનાવ હોય તેમ છતાં સ્વસ્થ કેવી રીતે રહેવું તે અંગે યોગના પ્રયોગ કરાવવાની સાથે માનસિક રીતે કેવી રીતે મજબૂત રહી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. મોટીવેશન ટ્રેનર દેવરાજ ચૌધરી દ્વારા મોટીવેશનલ થીમ દ્વારા અધિકારીઅો અને કર્મચારીઅો તનાવમુક્ત બની સરળ રીતે વહીવટી કામગીરી કરવા અંગે અને અરજદારો સાથે સહાનુભૂતિપૂર્વક ખુશી વ્યક્ત થાય તે રીતે કામગીરી કરવા પ્રેઝન્ટેશન દ્વારા ઉપયોગી માર્ગદર્શન પૂÊરું પાડવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારી સંસ્થાના કેતકીબેન દ્વારા હકારાત્મક અને નકારાત્મક વિચારોના પ્રકારો વિશે વિસ્તૃત સમજ પ્રેઝન્ટેશન દ્વારા સમજાવી વહીવટી કામગીરીમાં હકારાત્મક રીતે કામ કેવી રીતે કરવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂÊરું પાડવામાં આવ્યું હતું. તનાવ દૂર કરવા મેડીટેશનના પ્રયોગો સાથે તેની વિસ્તૃત સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કર્મચારીઅોના મહેસુલ, જમીન, મેજીસ્ટેરીયલ અને જમીનની માપણી એમ ચાર ગ્રૂપ બનાવી પોત પોતાના મંતવ્યો, વહીવટમાં પડતી મુશ્કેલીઅો, કચેરીમાં ઉપસ્થિત થતા પ્રશ્નો બાબતે ગ્રૂપ ચર્ચા કરી પ્રશ્નો રજૂ કરવા જણાવાયું હતું. કર્મચારીઅો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના નિરાકરણ માટે કલેકટર સી.આર.ખરસાણે વિસ્તૃત છણાવટ કરી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ પ્રકારના સંજાગોમાં તનાવમુક્ત રહી શ્રેષ્ઠ કામગીરી કેવી રીતે કરવી તે અંગે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. નિવાસી અધિક કલેકટર, વલસાડે ટીમવર્કથી જિલ્લાની કામગીરી સુંદર કેવી રીતે કરી શકાય તે અંગે વિવિધ ઉદહરણો ટાંકીને સમજણ આપી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY