પેધિનામુ બનાવવાના પારિવારિક ઝઘડામાં લોખંડની પાઈપથી હુમલો

0
8

સુરત, તા.૧
સાસુના પેઢીનામા પર કેમ સહી કરી છે ? તેમ જણાવી લોખંડની પાઈપ વડે પગમાં મારી ફેક્ચર કરી નાંખી બે ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ માંગરોળ પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના નાના નૌગામા ગામ ખાતે રહેતા ઠાકોરભાઈ ભીમાભાઈ વસાવાએ માંગરોળ પોલીસ મથકમાં નોધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ ગામના રહેવાસી જયેશ કાળીદાસ વસાવા તથા રણજીત કાળીદાસ વસાવા નામના બે સગા ભાઈઅોએ ઠાકોરભાઈ પાસે આવીને જણાવ્યું હતું કે, તમારા છોકરાની સાસુïના પેઢીનામા ઉપર કેમ સહી કરી આપી ? તેમ જણાવી લોખંડની પાઈપ વડે બંને પગના તળાના ભાગે મારી ફેક્ચર કરી મારી નાંકવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ઠાકોરભાઈએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY