સુરત, તા.૧
સૈયદપુરા વિસ્તારના એક બિલ્ડર પાસે ગેરકાયદેસર બાંધકામમાં કોઈ અધિકારીની હેરાનગતિ નહીં થાય તેવી ખાત્રી આપી રૂ.૭૫ હજારની લાંચ માંગવાના કેસમાં સુરત કોર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા. ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સુનાવણી વિદ્વાન જસ્ટીસ એ.વાય. કોગ્ઝેની કોર્ટમાં ૧૯મી નવે.ના રોજ હાથ ધરાશે એવું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ અને વિરલ ચલીયાવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, સૈયદપુરા વિસ્તારમાં રહેતા એક બિલ્ડર પાસે વોર્ડ નં.૧૧ સૈયદપુરા કુબેરનગર તથા નાણાવટ શાહપોરની ભાજપની મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના ભાઈ િન્સ તથા પિતા મોહન સુમરાએ રૂ.૭૫ હજારની લાંચ માંગી હતી. એસીબીના અધિકારીઅોએ છટકુ ગોઠવી રૂ.૫૦ હજારની લાંચ સ્વીકારતા પિતા પુત્ર ઝડપાઈ ગયા હતા. તબક્કાવાર પિતા પુત્ર અને પુત્રી નેન્સી સુમરાની ધરપકડ કરાયા બાદ તેઅોને લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. નેન્સી સુમરાનો જામીન પર છુટકારો થયા બાદ આરોપી પ્રિન્સ સુમરાએ સુરત કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે ફગાવી દેવાયા બાદ તેણે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




