નવસારીમાં દારૂ પકડવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરો દ્વારા કાર ચડાવી દેવાનો પ્રયાસ બુટલેગરે હુમલો કરતા પોલીસનો પાંચ રાઉન્ડ ગોળીબાર : દોડધામ મચતા ફાયરિંગમાં એક મજૂર ઘવાયો : ૩૦૦ પેટી દારૂ અને વાહનો ઝડપી પડાયા

0
13

સુરત, તા. ૧૩
નવસારી-સુરત રોડ પર કસબા વિરાવળ ગામ નજીક અમદાવાદ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. દમણથી દારૂનો જથ્થો આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કરેલી રેડમાં ફિલ્મી ઢબે સામ સામું ફાયરીંગ થયું હતું. જેમાં એક શખ્સને ગોળી વાગતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં નવસારી અને સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વિરાવળ ગામ નજીક દમણથી દારૂનો જથ્થો આવ્યો હોવાની બાતમીના આધારે અમદાવાદ સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી હતી. આ દરમિયાન પોલીસ પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બુટલેગર દ્વારા પોલીસ પર કાર ચઢાવી દેવાનો -યાસ કરવામાં આવ્યો હોવાથી પોલીસે કાર પર ફાયરીંગ કર્યું હતું. જેમાં એક ભાવેશ ધીરૂ રાઠોડ રહે નવસારી વિરાવળ ગામ પીઠના ભાગે ગોળી વાગી હોવાનું જાણવા મળે છે.
નવસારીના એસીપી બીએસ મોરીએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે રેડ કરવા ગયેલી પોલીસ અને એસઆરપીના જવાનો પર બુટલેગર કાર ચડાવવાનો -યાસ કરવામાં આવ્યો હતો. જેથી સ્વ બચાવમાં પીએસઆઈ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતું. વર્ના કાર પર ફાયરીંગ પાંચ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવતાં એક શખ્સ ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે અન્ય લોકો નાસી ગયા હતાં. જેથી પોલીસે ઘટના સ્થળેથી ૩૦૦થી વધુ પેટી દારૂ અને ૯ ફોર વ્હિલ ગાડી સાથે એક મોપેડ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના બચાવમાં પોલીસ દ્વારા ૫ જેટલા રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. બુટલેગરની કાર પર ગોળીઓ વાગી હતી. સાથે જ મજૂરી કામ અર્થે આવેલા શખ્સો દોડાદોડી કરતાં ભાવેશ નામના મજૂરને પણ ગોળી વાગી હતી.
પોલીસે રેડ દરમિયાન લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. સાથે જ બુટલેગરના વાહનો પણ પોલીસે ઝડપી લીધા હતાં. દારૂ અને વાહનોનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે અન્ય શખ્સો નાસી ગયા હતાં.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ નવસારી પોલીસના અધિકારીઓ સુરત દોડી આવ્યાં હતાં. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તેમજ ઈજાગ્રસ્ત ભાવેશની મુલાકાત લઈને આગળની તપાસ હાથ ધરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY