બોમ્બે માર્કેટ પાસે રાત્રિ સમયે વન્ડર ફૂલ સ્કૂલ બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી ભયાનક આગમાં ત્રણ માળનું આખું બિલ્ડિંગ સ્વાહા

0
26

સુરત, તા. ૧૩
મોડી રાત્રે બે વાગ્યાના સુમારે જૂની બોમ્બે માર્કેટથી રેણુકા તરફ જતા રોડ ઉપર આવેલ વંડરફુલ સ્કૂલમાં ભીષણ આગ લાગી હતી. આગથી સ્કૂલનું ત્રણ માળનું મકાન અને ત્રણ મોટર સાઈકલ આગમાં સ્વાહા થઇ હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જૂની બોમ્બે માર્કેટથી રેણુકાભવન તરફ જવાના રોડ ઉપર આવેલી વંડરïફૂલ સ્કૂલમાં ગત મોડી રાત્રે બે વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગથી સ્કૂલના બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું. બનાવની જાણ થતા જ ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર ફાયટિંગની કામગીરી હાથ ધરી હતી. ગ્રાઉન્ડ ફલોર પ્લાસ ત્રણ માળની વંડર ફૂલ સ્કૂલમાં આગથી આખી બિલ્ડિંગને નુકસાન થયું છે. આગના લીધે સ્કૂલ કેમ્પસમા઼ સ્ટાફ મેમ્બર્સની ૩ મોટરસાઈકલ પણ ભસ્મીભૂત થઇ હતી. આગથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સ્કૂલમાં વેકેશન હોવાથી બંધ હાલતમાં છે. શોર્ટ સર્કિટથી લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગથી આજુબાજુનો અન્ય દુકાનો અને રહેવાસીઅોમાં કકળાટ મચી ગયો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY