ઘરના ભોંયરામાં સંતાડાયેલા રૂ.૧.૮૪ લાખનો દારૂ પોલીસે શોધી કાઢ્યો
સુરત, તા.૧૪
કામરેજના કોસમાડી ગામે ઘરમાં બનેલા ભોંયરામાંથી કામરેજ પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
કામરેજ પોલીસે બાતમીના આધારે કોસમાડી ગામે રહેતા બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા. ઘરમાં તપાસ દરમિયાન ભોંયરૂં મળી આવ્યું હતું. આ ભોંયરામાં પોલીસે તપાસ કરતા રૂ.૧,૮૪,૦૫૦ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧,૯૫,૦૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બુટલેગરે દારૂનો જથ્થો સંતાડવા માટે ઘરમાં ભોંયરૂં બનાવ્યું હતું. કામરેજ પોલીસે આરોપી બુટલેગર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



