સુરત, તા.૧૩
એનટીપીસી કવાસને એનટીપીસી ગેસ શ્રેણી પરિયોજના ક્ષેત્રમાં વર્ષ ૨૦૧૬-૧૭ માટે સ્વર્ણ શક્તિ ઉત્પાદકના પુરસ્કાર તથા વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ માટે સ્વર્ણ શક્તિ સુરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. દિલ્હીમાં એનટીપીસી સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત એક કાર્યક્રમમાં એનટીપીસીના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક ગુરદીપસિંહ અને કંપનીના નિર્દેશકોના વરદ હસ્તોથી ક્ષેત્રીય કાર્યકારી નિર્દેશક સી.કે. મંડળ અને કવાસના કાર્યકારી નિર્દેશક સી.વી. સુબ્રમણિયને આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. આજ કાર્યક્રમમાં એનટીપીસી કવાસ પરિયોજનાના ઉપ મહાપ્રબંધક દીપક કુમારને સુરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય હેતુ સીએમડી એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. એનટીપીસી જેવી બહુ પરિયોજના સંગઠનમાં કર્મચારીઅોને બહેતર પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પરિયોજનાઅોને વાર્ષિક સ્વર્ણ શક્તિ પુરસ્કાર આપવામાં આવે છે.
સી.કે. મંડલ, ક્ષેત્રીય કાર્યકારી નિર્દેશક અને સી.વી. સુબ્રમણિયન, કાર્યકારી નિર્દેશક ઉત્પાદકતા અને સુરક્ષા શ્રેણી અંતર્ગત સ્વર્ણ શક્તિ પુરસ્કાર મેળવવા માટે કવાસના તમામ કર્મચારીઅોને બધાઈ આપી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




